ગુજરાતીઓના મિની કાશ્મીર સુધી પહોંચવા સરકારે કરી ખાસ સુવિધા, દિવાળીમાં નીકળી પડો

દિવાળીના પર્વ પર અને વેકેશન (diwali vacation) માં મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડતા હોય છે. તેવામાં અંબાજી (Ambaji) એસટી બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે. દિવાળી દરમિયાન માઉન્ટ આબુ (Mount Abu) માં સતત ધસારો પહોંચતા અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપનું સંચાલન કરશે, જે અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ જવા માટે છેલ્લી બસ રાત્રીના 8 વાગ્યા સુધી મળી રહેશે. માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી એસટી બસો મળી રહેશે. અમદાવાદ માટે વધારાની 8 એસટી બસનું સંચાલન કરવામાં આવશે. 
ગુજરાતીઓના મિની કાશ્મીર સુધી પહોંચવા સરકારે કરી ખાસ સુવિધા, દિવાળીમાં નીકળી પડો

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :દિવાળીના પર્વ પર અને વેકેશન (diwali vacation) માં મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડતા હોય છે. તેવામાં અંબાજી (Ambaji) એસટી બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે. દિવાળી દરમિયાન માઉન્ટ આબુ (Mount Abu) માં સતત ધસારો પહોંચતા અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપનું સંચાલન કરશે, જે અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ જવા માટે છેલ્લી બસ રાત્રીના 8 વાગ્યા સુધી મળી રહેશે. માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી એસટી બસો મળી રહેશે. અમદાવાદ માટે વધારાની 8 એસટી બસનું સંચાલન કરવામાં આવશે. 

અંબાજીથી આબુ જવા માટે બસની સુવિધી 
કોરોનાની બીજી લહેર બાદ હાલ કોરોનાની પરિસ્થિતિ કેટલાક અંશે કંટ્રોલમાં છે. જેથી સરકારે પણ પ્રવાસીઓની મુસાફરી (tourism) ને લઈ કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીના કારણે સતત ઘરમાં પુરાઈ રહેલા લોકો સરકારની છૂટછાટ મળતા ચાલુ વર્ષે દિવાળીના તહેવારો (Diwali 2021) અને વેકેશનમાં નીકળી પડ્યા છે. મોટી સંખ્યામાં મુસાફરો (tourists) ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડવાની શક્યતાઓને લઈ અંબાજી એસટી બસ ડેપો (ST bus) ખાતે 39 જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે.

સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસ મળશે 
ગુજરાતીઓ માટે મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુ (Abu) માં સતત ઘસારાને પહોંચી વળવા અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપોનું સંચાલન કરશે. જે અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ (tourism) જવા માટે છેલ્લી બસ રાત્રિના 8 વાગ્યા સુધી મળી રહેશે. જ્યારે માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 કલાકથી રાત્રિના 9.30 કલાક સુધી એસટી બસો મળી રહેશે. અમદાવાદ માટે વધારાની 8 એસટી બસોનું સંચાલન કરાશે. જેમાં બે એસટી બસોમાં ઓનલાઇન બુકીંગ પણ કરી શકાશે. જ્યારે અન્ય સ્થળોના વિવિધ બસ એસટી ડેપો સુધી પહોંચવા વધારાની 15 એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિવાળી પર્વને વેકેશનમાં સતત મુસાફરોની અવરજવર માટે વધારાના 39 ટ્રીપનું સંચાલન અંબાજી બસ સ્ટેશનથી થશે તેવુ અંબાજીના એસડી ડેપો મેનેજર કલ્પેશ પટેલે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news