ગુજરાતને મળશે વધારે એક પ્રવાસન સ્થળ, દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ હેરિટેજ લાઇન તરીકે વિકસાવાશે
Trending Photos
જૂનાગઢ : વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવ્યા હતા જેમાં સોમનાથ રેલવે સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેકશન સાથે માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સોમનાથથી સાસણ ગીર રેલવે સ્ટેશનની પણ વિઝીટ કરી હતી. આ ઉપરાંત મીટર ગેજમાંથી બ્રોડબેજ કનવર્ઝેશન માટેનું નિરીક્ષણ કર્યું હતું. જમીન સંપાદન મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાસણ ખાતે અગત્યની બેઠક યોજી વહેલી તકે વન વિભાગ દ્વારા જમીન માટે મંજૂરી મળે તે અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત હાલ બંધ પડેલ દેલવાડા - સાસણ ગીર - જુનાગઢ મીટરગેજ લાઈનને હેરિટેજ લાઈન તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ વિચારાધીન હોવાનું વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું. જેમાં ખાનગી કંપનીને આ રેલવે લાઈન ચલાવવા અપાય તેવી શકયતા નકારી કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લાઇન ખાનગી સંચાલકોને સોંપાય તેવી અફવાના કારણે કેટલાક સ્થાનિકો સહિત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે