TAT પાસ ઉમેદવારોએ ન્યાય માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, સરકારી ભરતી પર ઉઠાવ્યા સવાલ

Gujarat TAT Exam 2023 : ટાટ પાસ કરનાર 120 વિદ્યાર્થીની હાઈકોર્ટમાં અરજી... ભરતી અંગે સરકારના નવા જીઆર સામે ઉઠાવ્યો વાંધો.... નવા નિયમથી અગાઉ પાસ  થયેલા ઉમેદવારોને નુકસાન 
 

TAT પાસ ઉમેદવારોએ ન્યાય માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો, સરકારી ભરતી પર ઉઠાવ્યા સવાલ

tat exm gujarat : TAT પાસ કરનાર 120 ઉમેદવારોને ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવાની જરૂર પડી છે. ઉમેદવારોએ ભરતી અંગે સરકારના નવા જીઆર સામે વાંધો ઉઠાવ્યો છે. નવેસર પરીક્ષાના કારણે જૂની પરીક્ષા પાસ થયેલા અનેક ઉમેદવારો નોકરીથી વંચિત રહે તેવી રજૂઆત કરવામા આવી છે. ત્યારે હાઈકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. 

2018-19 માં TAT પાસ કરેલા ઉમેદવારો હાઇકોર્ટ પહોંચ્યા છે. કુલ 120 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ઉમેદવારોએ એપ્રિલ 2023 માં સરકાર દ્વારા લવાયેલ નવા GR સામે ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે. નવી TAT પરીક્ષા લેવાયા બાદ તેના મેરીટ લિસ્ટથી જૂનું મેરીટ લિસ્ટ રદ થાય તે પ્રકારના GR સામે સવાલો ઉઠાવ્યા છે. 2018-19 થી લઈને હાલ સુધી એટલે કે 5 વર્ષમાં યોગ્ય ભરતી પ્રક્રિયા ન થઈ હોવાનો અરજદારોએ આક્ષેપ મૂક્યો છે. 

અરજદારોએ રજૂઆત કરી કે, આ સમયગાળા દરમિયાન કોરોનાકાળને લીધે પણ ભરતી અટકાયેલી રહી હતી. 5 વર્ષના સમયગાળામાં 1 વખત જ ભરતી મેળો થયા હોવાની જાણ હાઇકોર્ટને કરાઈ. જો નવો GR લાગુ પડે તો આ ઉમેદવારોનો અન્યાય થાય તે પ્રકારની અરજીમાં રજૂઆત કરાઈ છે. હાલ પૂરતો નવો GR રદ કરવા અથવા આ ઉમેદવારોને નવા GR માં છૂટછાટ આપવા અરજદારોની રજૂઆત પણ મૂકાઈ. 18 જૂનના રોજ TAT ની મુખ્ય પરીક્ષા બાદ નવા મેરીટ લિસ્ટથી આ ઉમેદવારોને તકલીફ પડે તેવી પણ અરજીમાં રજૂઆત કરાઈ. 

હાઇકોર્ટે અરજદારોની અરજી ધ્યાને લઇ સંબધિત વિભાગોને નોટિસ પાઠવી છે. 15 જૂન સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. 

સરકારના નિયમ સામે ઉમેદવારોને વાંધો 
જે લોકોએ 2019 માં પરીક્ષા આપી હતી, તેવા વ્યક્તિઓેએ શિક્ષકની ભરતી માટે જૂન 2023માં લેનારાની ટેટ કે ટાટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે. આ મામલે ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબૅર ડીંડોર અને પ્રફૂલ પાનસુરીયા સમક્ષ એવી રજૂઆત કરી છે કે, 2019 માં ટાટ આપી પાસ થનાર ઉમેદવારનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણવું જોઇએ. જોકે, સરકાર આ બાબતે ઝૂકવાના મૂડમાં નથી. ટાટ પરીક્ષા છેલ્લે 2019 ના વર્ષમાં લેવાઈ છે. રાજ્ય સરકાર જૂન મહિનામાં ટાટની પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લઇ રહી છે. આથી જુની પધ્ધતિથી લેવારોલી ટાટની પરીક્ષા રદ ગણાશે. 

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બનવા માટેની TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં TAT ની પરીક્ષા હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. ત્યારે TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

શા માટે લેવાય છે ટાટની પરીક્ષા
TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news