Maruti Jimny કે Fronx ખરીદવાનું વિચારી રહ્યાં છો? બુક કરતા પહેલા જાણી લેજો વેઈટીંગ પીરીયડ

Car Waiting Period: કંપનીએ તાજેતરમાં તેની બે નવી SUV કાર Fronx અને Jimny લોન્ચ કરી છે. જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં આ કારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારથી બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. બંને કારને ગ્રાહકો તરફથી શાનદાર રીસ્પોન્સ મળી રહ્યો છે..

Maruti Jimny કે Fronx ખરીદવાનું વિચારી રહ્યાં છો?  બુક કરતા પહેલા જાણી લેજો વેઈટીંગ પીરીયડ

Maruti Jimny and Fronx Waiting: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેની બે નવી SUV કાર Fronx અને Jimny લૉન્ચ કરી છે. જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં આ કારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારથી બુકિંગ પણ શરૂ થઈ ગયું હતું. બંને કારને ગ્રાહકો તરફથી શાનદાર રીસ્પોન્સ મળ્યો છે. મારુતિ જિમ્નીને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. જો તમે પણ આમાંથી કોઈ પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેનો વેઇટિંગ પીરિયડ જાણી જરુર જાણી લેજો.

Maruti Suzuki Fronx માટે વેઈટીંગ પીરીયડ
કંપનીએ આ કોમ્પેક્ટ એસયુવીને એપ્રિલમાં સત્તાવાર રીતે લોન્ચ કરી હતી. તેની શરૂઆતી કિંમત 7.47 લાખ રૂપિયા છે. Fronx સિગ્મા, ડેલ્ટા, ડેલ્ટા+, આલ્ફા અને ઝેટા ટ્રીમ્સમાં ઓફર કરવામાં આવે છે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ્સ સિગ્મા અને ડેલ્ટા પેટ્રોલ માટે આઠથી દસ અઠવાડિયા રાહ જોવી પડી શકે છે. કારના ડેલ્ટા+ ટર્બો પેટ્રોલ અને આલ્ફા ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ્સ માટે છ થી આઠ અઠવાડિયાનો રાહ જોવાનો સમયગાળો છે, જ્યારે ડેલ્ટા એએમટી પેટ્રોલમાં ચારથી છ અઠવાડિયા સૌથી ઓછી રાહ જોવી પડશે. અન્ય પ્રકારો વિશે વાત કરીએ તો ડેલ્ટા+ એએમટી પેટ્રોલ માટે નવથી દસ અઠવાડિયા, જ્યારે ઝેટા ટર્બો પેટ્રોલ માટે દસથી બાર અઠવાડિયા રાહ જોવી પડી શકે છે. રેન્જ-ટોપિંગ મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ ઝેટા એટી ટર્બો પેટ્રોલની આ મહિનાથી 12 થી 14 અઠવાડિયાનો વેઈટીંગ પીરીયડ છે.

Maruti Suzuki Jimny માટે વેઈટીંગ પીરીયડ
જીમ્ની બે ગિયરબોક્સ વિકલ્પો સાથે Zeta અને Alpha વેરિયન્ટ્સ સાથે વેચવામાં આવી રહી છે. આ દરેકની રાહ જોવાનો સમયગાળો 24 થી 26 અઠવાડિયાનો છે. ઑફરોડર કાર 1.5-લિટર, 4-સિલિન્ડર K15B પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી સાથે, એન્જિન 104.8 PS પાવર અને 134.2 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા 4-સ્પીડ AT સાથે જોડાયેલું છે, જે ચારેય વ્હીલ્સને પાવર મોકલે છે. મારુતિએ થોડા દિવસો પહેલા આ લાઇફસ્ટાઇલ ઑફ-રોડ એસયુવીને રૂ. 12.74 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરી છે.

આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news