જ્ઞાનસેતુ પ્રોજેક્ટ વિવાદ, સંચાલક મંડળે કહ્યું; વિદ્યાર્થીદીઠ સરકાર શું ગ્રાન્ટેડ શાળાઓને 20 હજાર ચૂકવશે, ખરી?

ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓ નહીં બચે તો, વાલીઓ પાસે તેમના બાળકોને અભ્યાસ કરાવવા માટે ખાનગી શાળાઓનો જ વિકલ્પ બચશે, જે ખર્ચાળ અને વાલીઓ માટે આર્થિક બોજો સાબિત થશે. 

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ વિવાદ, સંચાલક મંડળે કહ્યું; વિદ્યાર્થીદીઠ સરકાર શું ગ્રાન્ટેડ શાળાઓને 20 હજાર ચૂકવશે, ખરી?

અતુલ તિવારી/અમદાવાદ: જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત 27 એપ્રિલે લેવાનારી પ્રવેશ પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો છે. જી હાં. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિરોધ કરવામાં આવ્યો છે. મહામંડળ તરફથી ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે RTE એક્ટના નિયમ મુજબ ધોરણ 6માં અભ્યાસ માટે પ્રવેશ પરીક્ષા યોજી શકાય નહીં. જ્ઞાનસેતુના નામે લેવાઈ રહેલી પ્રવેશ પરીક્ષા એ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા RTE એક્ટના કાયદાનો ભંગ છે.

મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ જ્ઞાનસેતુ પ્રોજેક્ટના નામે ગ્રાન્ટેડ શાળાઓને નજરઅંદાજ કરાઈ રહી છે, પરિણામે આગામી સત્રમાં ગ્રાન્ટેડ શાળાઓના ઓછામાં ઓછા 100 વર્ગો બંધ થશે, શાળાઓના શિક્ષક ફાઝલ થશે. સરકારના નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓ આગામી એક વર્ષમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુમાવશે તેવો ડર પણ મહામંડળ દ્વારા વ્યક્ત કરાયો છે.

No description available.

ભાસ્કર પટેલે કહ્યું કે જ્ઞાનસેતુ અંતર્ગત ખાનગી શાળાઓને બાળકો સરકાર પુરા પાડશે અને વિદ્યાર્થીદીઠ 20 હજાર રૂપિયા પણ સરકાર ચૂકવશે. સરકાર આ પ્રકારે જો વિદ્યાર્થીદીઠ 20 હજાર રૂપિયા ચૂકવવા તૈયાર હોય તો ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ આ યોજનાનો ભાગ બનવા તૈયાર છે. ભાસ્કર પટેલે કહ્યું કે વિદ્યાર્થીદીઠ સરકાર ગ્રાન્ટેડ શાળાઓને 20 હજાર ચૂકવશે, ખરી? સરકારના આયોજન મુજબ ભવિષ્યમાં બચેલી ગ્રાન્ટેડ શાળાઓ ઝડપથી બંધ થવાની સ્થિતિમાં પહોંચશે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પૂરતા વિદ્યાર્થીઓ પણ નહીં મળે. 

ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓ નહીં બચે તો, વાલીઓ પાસે તેમના બાળકોને અભ્યાસ કરાવવા માટે ખાનગી શાળાઓનો જ વિકલ્પ બચશે, જે ખર્ચાળ અને વાલીઓ માટે આર્થિક બોજો સાબિત થશે. 

નોંધનીય છે કે, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6માં બાળકોને પ્રવેશ આપવાનો વિવાદ વકરતો જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાઓનો વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખી આ તમામ યોજનાઓને અન્યાયી ગણાવી છે. આચાર્ય સંઘે જણાવ્યું છે કે જિલ્લા પંચાયતની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના હોશિયાર બાળકોને સરકાર છીનવી લેશે. 

No description available.

આચાર્ય સંઘે કહ્યું કે, RTE ના નિયમ મુજબ બાળકોના ઇન્ટરવ્યુ એ પ્રવેશ પરીક્ષા લઈ પ્રવેશ આપી શકાય નહીં. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોની પ્રવેશ પરીક્ષા લેવાશે જે નિયમોનું ભંગ છે. જો હોશિયાર બાળકો જ્ઞાનસેતુ સ્કૂલોને આપવામાં આવશે તો બાકીના બાળકો અને વાલીઓમાં હતાશા અને નિરાશા વ્યાપશે. ભવિષ્યમાં સરકારી અને ખાનગી શાળાઓને તાળા લાગવાનો ભય આચાર્ય સંઘે વ્યક્ત કર્યો છે, જેના પરિણામે ગામડાઓમાં રહેતા પછાત અને ગરીબ બાળકોના ભવિષ્ય અંગે સવાલ કર્યા છે. સરકાર જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંગે ફરી વિચારણા કરે તેવી અપીલ આચાર્ય સંઘ તરફથી કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news