જો તમારું બાળક ટેટૂ કરાવશે તો આ સરકારી નોકરીમાંથી સીધો નીકળી જશે બહાર, મા-બાપ રહે એલર્ટ

જો તમે સરકારી નોકરીનું સપનું જોતા હો અને શરીર પર ટેટૂ કરાવવા માંગો છો તો તમારે પહેલા આ સમાચાર વાંચવાની જરૂર છે. જો તમારા શરીર પર ટેટૂ હશે તો તમને સરકારી નોકરી નહીં મળે.

જો તમારું બાળક ટેટૂ કરાવશે તો આ સરકારી નોકરીમાંથી સીધો નીકળી જશે બહાર, મા-બાપ રહે એલર્ટ

નવી દિલ્હીઃ Tattoo Ban In Government Jobs: ઘણા લોકોને શરીર પર ટેટૂ કરાવવાનો શોખ હોય છે. ખાસ કરીને યુવાનોને ટેટૂ કરાવવાનો વધુ શોખ હોય છે. પરંતુ તેના કારણે ઘણા યુવાનો પાછળથી ફસાઈ જાય છે. દેખાદેખીમાં ટેટું તો બનાવી લેશે પણ ઘરે આવીને ખબર પડે છે કે હવે સરકારી નોકરીમાંથી બહાર નીકળી ગયા છો. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમારે ખાસ કરીને ટેટૂ સંબંધિત નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, ઉમેદવારોને શરીર પર ટેટૂ હોવાના કારણે ઘણી સરકારી નોકરીઓમાંથી કાઢી મૂકવામાં આવે છે. ભારતમાં ઘણી સરકારી નોકરીઓ છે જેમાં શરીર પર ટેટૂ કરાવવાની મંજૂરી નથી.

જાહેર ક્ષેત્રમાં ટેટૂ પર પ્રતિબંધ 
જો તમે સરકારી નોકરીનું સપનું જોતા હોવ અને તમારા શરીર પર ટેટૂ કરાવવા માંગો છો તો તમારે પહેલા આ સમાચાર જરૂર વાંચવાની જરૂર છે. કારણ કે, આવી સ્થિતિમાં તમને કેટલીક સરકારી નોકરીઓમાં નોકરી આપવામાં આવશે નહીં. આપણા દેશમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની નોકરીઓ માટે ટેટૂ પર પ્રતિબંધ છે.

જો તમારી પાસે ટેટૂ હોય તો તમે આ વિભાગોમાં નોકરી મેળવી શકતા નથી
અહીં અમે તે નોકરીઓ વિશે જણાવ્યું છે જેમાં ટેટૂ હોય તો ભરતી પર પ્રતિબંધ છે. જો કે ટેટૂની સાઈઝને લઈને કોઈ શરત આપવામાં આવી નથી. જો શરીર પર એક પણ ટેટૂ જોવા મળે તો ઉમેદવારોને આ નોકરીઓમાંથી નકારી કાઢવામાં આવે છે. જે ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ચેક કરવામાં આવે છે.

ભારતીય વહીવટી સેવા (IAS - Indian Administrative Service)
ભારતીય પોલીસ સેવા  (IPS - Indian Police Service)
ભારતીય મહેસૂલ સેવા (IRS - Internal Revenue Service)
ભારતીય વિદેશ સેવા (IFS - Indian Foreign Service)
ભારતીય સેના (Indian Army)
ભારતીય નૌકાદળ (Indian Navy)
ભારતીય વાયુસેના (Indian Air Force)
ભારતીય કોસ્ટ ગાર્ડ  (Indian Coast Guard)
પોલીસ (Police)

ટેટૂઝમાં શું સમસ્યા છે?
ખરેખર, શરીર પર ટેટૂને કારણે સરકારી નોકરી ન આપવા પાછળ ત્રણ મુખ્ય કારણો આપવામાં આવે છે. સૌ પ્રથમ, ટેટૂ ઘણા રોગોનું કારણ બની શકે છે. જેના કારણે એચઆઈવી, ચામડીના રોગો અને હેપેટાઈટીસ A અને B જેવા જીવલેણ રોગોનું જોખમ રહેલું છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શરીર પર ટેટૂ કરાવે છે તે અનુશાસનમાં રહેતો નથી. તે કામથી વધારે શોખને મહત્વ આપી શકે છે.

તે જ સમયે, ત્રીજું અને સૌથી મોટું કારણ સુરક્ષા સાથે જોડાયેલું છે. ટેટૂ વાળા વ્યક્તિને ક્યારેય સુરક્ષા દળોમાં નોકરી આપવામાં આવતી નથી. કહેવાય છે કે આનાથી સુરક્ષા માટે જોખમ ઊભું થાય છે. કારણ કે, જ્યારે પકડાય છે ત્યારે ટેટૂથી સરળતાથી ઓળખી શકાય છે. આ રીતે શરીર પર ટેટૂ સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news