Stormy Daniels Net Worth: જેના કારણે ટ્રમ્પને જેલમાં જવું પડશે તે એડલ્ટ સ્ટાર કેટલી છે અમીર? જાણો કારનું કલેક્શન

Stormy Daniels:  એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ, જેનું અસલી નામ સ્ટેફની ક્લિફોર્ડ છે, તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથેના અફેરને કારણે ચર્ચામાં આવી છે, તે એક વર્ષમાં કરોડોની કમાણી કરે છે. જેને મોંઘી કારનો શોખ છે.

Stormy Daniels Net Worth: જેના કારણે ટ્રમ્પને જેલમાં જવું પડશે તે એડલ્ટ સ્ટાર કેટલી છે અમીર? જાણો કારનું કલેક્શન

વોશિંગટનઃ Stormy Daniels Trump Hush Money Case: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પ્રચાર દરમિયાન એક એડલ્ટ ફિલ્મ સ્ટારને પૈસા ચૂકવીને ચૂપ કરવા અને બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપમાં જેલમાં જવું પડી શકે છે. જે એડલ્ટ સ્ટારને કારણે ટ્રમ્પને સજા થઈ છે તે છે સ્ટોર્મી ડેનિયલ્સ. રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ્સને આ માટે $150,000 ચૂકવ્યા હતા.

મોટી રકમ ચૂકવ્યા પછી પણ સ્ટોર્મીએ ન માત્ર ટ્રમ્પ સાથેના અફેરનો ખુલાસો કર્યો, પરંતુ ટ્રમ્પ પર અનેક આરોપો પણ લગાવ્યા. ટ્રમ્પની મુસીબતોમાં વધારો થતાં હવે ઘણા લોકો સ્ટોર્મી વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો એ પણ જાણવા માંગે છે કે તેની નેટવર્થ કેટલી છે. આવો જાણીએ આવી ઘણી બાબતો...

ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટોર્મીનું કનેક્શન
સ્ટોર્મી ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તે એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. હવે તે લેખક, દિગ્દર્શક અને મીડિયા પર્સનાલિટી ગણાય છે. જેની ઉંમર 44 વર્ષની છે. તેણી કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેને 2006માં મળ્યા હતા અને બંનેએ યૌન સંબંધો બનાવ્યા હતા. બાદમાં ટ્રમ્પે તેને મોટી રકમ આપી હતી જેથી તે આ સંબંધોની કોઈ સાથે ચર્ચા ન કરે.

સ્ટોર્મી ડેનિયલ્સની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટોર્મી ડેનિયલ્સની નેટવર્થ $6 મિલિયન છે. આ મૂલ્યાંકન તેમના દ્વારા ફાઇલ કરાયેલા ટેક્સ દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યું છે. તે વિગતો નીચે મુજબ છે-

નેટ વર્થ : $6 મિલિયન
વાર્ષિક આવક : $800,000
વારસાગત રકમ : $25,000
પ્રોપર્ટી : $1 મિલિયન
ઈન્વેસ્ટમેન્ટ : $3 મિલિયન
કદ : 1.70 મીટર

વિવિધ પ્રકારની કારનો સંગ્રહ
સ્ટોર્મી ડેનિયલ્સ પાસે વિવિધ પ્રકારની કાર છે-
મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ
bmw 7 સીરિઝ
ઓડી A8

ક્યાં રહે છે ડેનિયલ્સ 
સ્ટોર્મી ડેનિયલ્સનું અમેરિકાના લોસ એન્જલસમાં લક્ઝરી એપાર્ટમેન્ટ છે.

સ્ટોર્મી ડેનિયલ્સની આવક
સ્ટોર્મી વર્ષે $200,000 થી વધુ કમાણી કરે છે. તેણીએ જણાવ્યું કે દર વર્ષે તે માત્ર બુક રોયલ્ટીમાં $150,000 સુધીની કમાણી કરે છે. જેની પાસે 4 સ્થાવર મિલકતોના રૂપમાં વ્યાપારી મિલકતો પણ છે, જેના દ્વારા તે દર વર્ષે $120,000 થી વધુ કમાણી કરે છે. તેના પતિનું નામ પેટ માયને (Pat Myne) છે, જેની સાથે તેણે 2003માં લગ્ન કર્યા હતા.

સ્ટોર્મી ડેનિયલ્સનો જન્મ ક્યારે થયો હતો?
તેનો જન્મ માર્ચ 17, 1979, બેટન રૂજ, લ્યુઇસિયાનામાં થયો હતો અને ટેક્સાસના એક નાના શહેરમાં તે ઉછરી હતી. એવું કહેવાય છે કે 1990 ના દાયકાના અંતમાં, સ્ટોર્મી ડેનિયલ્સે એડલ્ટ ફિલ્મોના ઉદ્યોગમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણીએ ટૂંક સમયમાં એક છાપ બનાવી અને તે ઈન્ડસ્ટ્રીઝના સૌથી પ્રખ્યાત નામોમાંની એક બની ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news