કેવી હશે સુરતમાં યોજાનાર રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી! ગુજરાત અહીં બનાવશે નવો રેકોર્ડ

આગામી 21 જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ સહિત દુનિયામાં થવાની છે ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરતમાં થનાર છે.

કેવી હશે સુરતમાં યોજાનાર રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી! ગુજરાત અહીં બનાવશે નવો રેકોર્ડ

પ્રશાંત ઢીવરે/સુરત: આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે જેમાં ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. આ ઉજવણીમાં 1.25 લાખ લોકો એક સાથે યોગ કરશે અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવશે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુજરાતના અગ્ર સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી હતી.

આગામી 21 જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ સહિત દુનિયામાં થવાની છે, ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરતમાં થનાર છે. જેને લઇ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 21 તારીખે વહેલી સવારે ડુમ્મસ રોડ વાય જંકશન પાસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 

12 kmના રોડ માં 1.25 લાખ થી વધુ લોકો એક સાથે અહીં યોગ કરશે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરશે. આ સમગ્ર યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાવાનો છે..છે ત્યારે આ કાર્યક્રમ માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં યોગ દિવસની ઉજવણીમાં કઈ રીતની વ્યવસ્થાઓ કરાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં વહેલી સવારે યોજનાર આ કાર્યક્રમમાં ઇમર્જન્સી માટે મુખ્ય ચાર રસ્તા બ્લોક નહીં કરાય. જેથી કોઈ ઇમર્જન્સીના ટાઈમે અગવડતા ન પડે. આ સાથે જ યોગમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશન સુવિધા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં 1000 લોકોના 125 બ્લોક બનાવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. જો કે યોગ દિવસમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે સુરતમાં 1.25 લાખ લોકો એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news