AC રિમોટથી બંધ કરો અને સ્વીચ રહેતી હોય આખી રાત ચાલુ તો લાઈટ બિલ આવશે મસમોટું, જાણો કારણ

AC Tips: મોટાભાગના લોકો આ ભૂલ કરે છે. તમે જ્યારે એસીને રિમોટથી ઓફ કરો છો ત્યારે પણ તે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતું રહે છે. જેના કારણે વીજળીનું બિલ સતત વધતું રહે છે. જ્યારે બિલ આવે છે ત્યારે વિચાર આવે છે કે એસી તો થોડાક જ કલાક ચલાવ્યું હતું પરંતુ હકીકતમાં એસી બંધ હોતું નથી. 

AC રિમોટથી બંધ કરો અને સ્વીચ રહેતી હોય આખી રાત ચાલુ તો લાઈટ બિલ આવશે મસમોટું, જાણો કારણ

AC Tips: ગરમીના સમયમાં એસીનો ઉપયોગ વધી જાય છે. જ્યારે ગરમીનો પારો વધી જાય ત્યારે તો લોકો કલાકો સુધી એસી સતત ચાલુ રાખે છે. જો તમારું એસી સારી કંપનીનું નહીં હોય તો એસીના કારણે લાઈટ બિલ પણ વધારે આવશે. આ સિવાય અન્ય એક આદત પણ છે જેના કારણે એસી વાપર્યું હોય તેના કરતા બિલ વધારે આવે છે. મોટાભાગના લોકો આ ભૂલ કરે છે. તમે જ્યારે એસીને રિમોટથી ઓફ કરો છો ત્યારે પણ તે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતું રહે છે. જેના કારણે વીજળીનું બિલ સતત વધતું રહે છે. જ્યારે બિલ આવે છે ત્યારે વિચાર આવે છે કે એસી તો થોડાક જ કલાક ચલાવ્યું હતું પરંતુ હકીકતમાં એસી બંધ હોતું નથી. 

આ પણ વાંચો: 

જો તમે વિચારતા હોય કે એસીને રિમોટથી બંધ કરી દીધા પછી પણ કેવી રીતે તે ચાલતું રહે છે તો ચાલો તમને જણાવીએ કે આવું શા માટે થાય છે ? જ્યાં સુધી એસીને ઓન અને ઓફ કરવાની રિલે સ્વિચ સંપૂર્ણ રીતે બંધ ન થાય ત્યાં સુધી એસી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતું રહે છે. તમે જ્યારે રિમોટથી એસીને બંધ કરો છો ત્યારે તમને લાગે છે કે એસી ઓફ થઈ ગયું પરંતુ હકીકતમાં સ્વીચ ઓફ ન થાય ત્યાં સુધી એસી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતું રહે છે. 

સ્પ્લિટ એસીમાં એક આઉટર યુનિટ હોય છે જેને ઘરની બહાર લગાડવામાં આવ્યું હોય છે. જ્યારે તમે એસીને રિમોટથી ઓફ કરો છો તો એર કન્ડિશનની એલઇડી લાઇટ ઓફ થઈ જાય છે અને તમને લાગે છે કે એસી બંધ થઈ ગયું છે. પરંતુ જ્યાં સુધી સ્વીચ ઓફ ના થાય ત્યાં સુધી એસીમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો રહે છે. એસીની પીસીબી બોર્ડની રીલે સ્વીચ ખરાબ થઈ જાય તો પણ આઉટર યુનિટ ઓન રહે છે જેના કારણે સતત વીજળીનો ઉપયોગ થાય છે અને વીજળીનું બિલ વધારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news