ગુજરાતમાં અહીથી બસમાં ટિકિટ ખરીદીને રામાયણ અને મહાભારતમાં જઈ શકશો, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો
Ramayana Mahabharata : ગુજરાતના સાબરકાંઠાના ઈડર પાસે રામાયણ અને મહાભારત નામના બે ગામ આવેલા છે... આ ગામના નામકરણની કહાની પણ રસપ્રદ છે
Trending Photos
Sabarkantha News : મહાભારત અને રામાયણ એટલે આપણા ધર્મગ્રંથો. સદીઓ પહેલા રચાયેલા આ ગ્રંથો છે. પરંતુ જો તમે ગુજરાતમાં એસટી બસમાં બેસીને કંડક્ટરને એમ કહો કે, મને રામાયણને ટિકિટ આપો અથવા મને મહાભારતની ટિકિટ આપો, તો તે તમને આપી દેશે. આ સાંભળીને તમારું મગજ ચકરાઈ જશે. આવુ કેવી રીતે પોસિબલ છે. પરંતું ગુજરાતમાં સાચે જ તમે ટિકિટ ખરીદીને રામાયણ અને મહાભારત જઈ શકો છો. આ પાછળનું શુ રહસ્ય છે તે જાણીએ.
હકીકત એ છે કે, ભારતીય ગ્રંથો પરથી સાબરકાંઠાના ઈડર તાલુકાના બે ગામ આવેલા છે. આ બંને ગામના નામ રામાયણ અને મહાભારત છે. ઈડર આવતી જતી બસો પર તમને એસટી બસના પાટિયા પર પણ રામાયણ અને મહાભારત નામ જોવા મળશે. આ ગામના નામ પહેલાથી રામાયણ અને મહાભારત નથી, પરંતુ બાદમાં પાડવામાં આવ્યા છે.
મહાભારત રામાયણ નામ કેવી રીતે પડ્યું
જ્યારે ધરોઈ ડેમ બનતો હતો ત્યારે ડૂબાણમાં ગયેલા ગામોને ફરીથી વસાવાવાની પ્રોસેસ શરૂ થઈ. ત્યારે પ્રતાપગઢનું નામ કાયમી ધોરણે બદલવાની માંગ ઉઠી હતી. અહી લોકો બહારથી આવીને સ્થાયી થયા હતા. તેથી લોકોએ આ ગામનું નામ રામાયણ પાડ્યું. તો બાજુમાં આવેલા ગામનું નામ મહાભારત પાડવામાં આવ્યુ.
રામાયણમાં 70 ટકા વસ્તી મુસ્લિમોની
અનોખી વાત તો એ છે કે, ‘રામાયણ’ ગામમાં 70% થી વધુ મુસ્લિમ લોકો વસે છે. આ ગામમાં 200 જેટલા ઘર આવેલા છે જેમાંથી 150 ઘર મુસ્લિમોનાં છે. આ ગામમાં હિન્દુઓ પણ છે અને તમામ કોમનાં લોકો હળી મળીને રહે છે. ગામના આ નામથી કોઈ પણ વ્યક્તિને વાંધાજનક પણ ન હોઈ મુસ્લિમોનો હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ગ્રંથો પ્રત્યેનો આદરભાવ વ્યક્ત થાય છે.
રામાયણ સીરીયલ પરથી થયું નામકરણ
એક એવી ચર્ચા પણ છે કે, જ્યારે ટીવીમાં રામાયણ સિરિયલ આવતીએ સમયગાળામાં આ ગામનું નામ રામાયણ પડ્યું હતું એમ ગામ લોકોનું કહેવું છે. અહીંયાના મુસ્લિમોનું માનવું છે કે,રામ ભગવાન એ માત્ર હિન્દુ સમુદાયના નહિ પરંતુ સમગ્ર વિશ્વના ભગવાન છે, અને પ્રભુશ્રી રામના નામનાં ગામમાં રહેવુંએ બાબતે અમે પોતાને ખુબ ભાગ્યશાળી માનીયે છીએ.
જ્યારે કોઈ અજાણ્યો એસટી બસમાં બેસે છે અને બસના પાટિયા પર રામાયણ ને મહાભારત નામ વાંચે છે તો તેના પેટમાં પણ ફાળ પડે છે. આ બંને ગામોનુ નામ લોકોને અચરજ પમાડે તેવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે