રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટથી રવાના થયા

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળી ચૂક્યા છે. તેઓ અંદાજે 10 કલાકની આસપાસ વિધાનસભા પહોંચીને મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. 

રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટથી રવાના થયા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળી ચૂક્યા છે. તેઓ અંદાજે 10 કલાકની આસપાસ વિધાનસભા પહોંચીને મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. આજે યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયથી તમામ ધારાસભ્યોનો બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા હતા.

8 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા ન હતા
બાલારામ રિસોર્ટમાં કોંગ્રેસની બેઠકો યોજાઈ હતી. 3 કલાક ચાલેલી આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં તમામ ધારાસભ્યોને મતદાન માટેની માહિતી અપાઈ હતી. જોકે, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત 8 ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, વિક્રમ માડમ, ભીખાભાઈ જોશી અને રાજેન્દ્રસિંહ પરમાર નેતા વિપક્ષને જાણ કરી અંગત કારણોસર ગેરહાજર રહ્યા હતા.  

રાજ્યસભાની 2 બેઠકો માટે આજે જંગ, કોંગ્રેસમાંથી કોણ ક્રોસ વોટિંગ કરશે તેના પર સૌની નજર 

— ANI (@ANI) July 5, 2019

ચૂંટણીની જવાબદારી સોંપાઈ
રાજ્યસભાની ચૂંટણીમાં અશ્વિન કોટવાલ અને સી. જે. ચાવડા ચૂંટણી એજન્ટ તરીકેની કામગીરી બજાવશે. તો પોલિંગ એજન્ટની જવાબદારી બ્રિજેશ મેરજા, અનિલ જોશીયારાને સોંપાઈ છે. જ્યારે શૈલેષ પરમાર પાર્ટીના ઓથોરાઈઝ્ડ ઓબ્ઝર્વર રહેશે. તમામ MLAએ મતદાન કરીને શૈલેષ પરમારને બેલેટ બતાવવાનું રહેશે. તો મતદાન પહેલા તમામ સભ્યોએ મોક પોલ કર્યું હતું. 

ક્રોસ વોટિંગ કરનાર સામે કાર્યવાહી
કોંગ્રેસની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જે ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે તેની સામે કોંગ્રેસ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે. આ નિર્ણય ધારાસભ્યોની કાર્ય શિબિરમાં લેવાયો છે. ચૂંટણીમાં લિગલ એડવોકેટ બાબુ મંગુકિયાને પણ  હાજર રાખવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બાલારામ મહાદેવના મંદિર પાસે વાંદરાઓને બિસ્કીટ અને રોટલા ખવડાવતા નજરે પડ્યા હતા. તો અનેક નેતાઓએ બાલારામ મહાદેવાના આશીર્વાદ લીધા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શ્રીફળ વધેરીને જીત માટેની પ્રાર્થના કરી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news