બહુ જલદી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું થશે આગમન, ભીષણ ગરમીથી મળશે રાહત
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમીની ચપેટમાં છે. કેરળમાં જો કે ગઈ કાલ અઠવાડિયું વિલંબ કરીને ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે આ ચોમાસુ બહુ જલદી દેશના બીજા ભાગોમાં પણ પહોંચશે. સમગ્ર ગુજરાત રાજ્ય ભીષણ ગરમીના પ્રકોપને ઝેલી રહ્યું છે. લોકો ત્રાહિમામ છે. ત્યારે કાગડોળે વરસાદની રાહ જોવાઈ રહી છે.
વધુ માહિતી માટે જુઓ વીડિયો...
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. પ્રિ મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે ગુજરાતમાં 11 જૂને વરસાદનું આગમન થશે. આથી બહુ જલદી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. 12-13 જૂને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે.
અત્રે જણાવવાનું કે હાલ મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. અમદાવાદનું પણ તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. ગરમીના કારણે બહાર કરફ્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે