કમોસમી વરસાદે દીકરીના લગ્નનો પ્રંસગ બગાડ્યો : રાસ ગરબા પહેલા મંડપ ઉડ્યો, ડીજે સિસ્ટમ પણ પલળી

Gujarat Rain : સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે સામાજિક પ્રસંગમાં પડી મુશ્કેલી....લગ્નના મંડપમાં પાણી ભરાઈ જતાં થયું મોટું નુકસાન...લગ્નમાં રાસ ગરબા માટેના ગ્રાઉન્ડમાં વરસદાને કારણે સ્પીકર સહિતનો સામાન પલળ્યો..

કમોસમી વરસાદે દીકરીના લગ્નનો પ્રંસગ બગાડ્યો : રાસ ગરબા પહેલા મંડપ ઉડ્યો, ડીજે સિસ્ટમ પણ પલળી

Gujarat Weather Forecast : ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ, તમામ જગ્યાએ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં રાજકોટ અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય એવું વાદળછાયું વાતાવરણ આખા રાજ્યમાં જોવા મળી રહ્યું છે. આ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે આ માવઠું મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે આ વરસાદ પાક માટે અભિશાપ બનવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે પણ વરસાદની શક્યતા છે.

ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા. 

રાસ ગરબા પહેલા મંડપ તૂટ્યો 
સુરતના ઓલપાડમાં લગ્ન મંડપમાં વરસાદી પાણી ફરી વળ્યાં. ડી.જે લગ્ન મંડપ તેમજ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. આજે એક પરિવારમાં દીકરીના લગ્નના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાસ ગરબા પહેલા જ મંડપના બામ્બૂ તૂટી પડ્યા છે. જ્યારે મંડપના કાપડ પણ  પવનથી ફાટી ગયા છે. લાખો રૂપિયાના ડી.જે ના સ્પીકર તેમજ ઈક્વીપમેન્ટ વરસાદમાં પલળી ગયા હતા. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદથી ભારે ખાના ખરાબી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ખેતી પાક, ધરવખરી, માલ સામાનને નુકશાની થઈ છે. 

તો બીજી તરફ, ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે લગ્ન સીઝન બગાડી છે. આ વરસાદ અનેક લોકોના લગ્નમાં વિઘ્ન બનીને આવ્યો છે. વરસાદના કારણે લગ્નમંડપનો સામાન પણ ભીંજાયો હતો. પાર્ટી પ્લોટોમાં પણ લગ્ન મંડપનો સામાન ખરાબ થવાના કારણે ડેકોરેટર્સને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 

સુરતમાં સોલાર પેનાલ ઉડીને રસ્તા પર પડી 
સુરતના સરોલી મા ભારે પવન સાથે આવેલા વરસાદે તબાહી મચાવી છે. આખે આખો પતરાથી બનાવેલો તબેલાનો શેડ ઉડી ગયો હતો. શેડ ઉડીને રસ્તા પર આવી ગયો હતો. સોલાર પેનલ પર ઉખડી જતા ભારે નુકસાની થઈ હતી. ઘટનાને પગલે ઓલપાડ સરોલીનો એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો છે. પોલીસ દ્વારા શેડ હટાવાની કામગીરી શરૂ કરાઈ છે. 

રાજ્યમાં આજે ઠંડીના ચમકારા વચ્ચે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. કમોસમી માવઠાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં વિઝિબ્લિટી ઘટી ગઈ છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સમગ્ર રાજ્યમાંથી જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદ વરસ્યો હતો...તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડામાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્રમાં તો લગભગ તમામ જિલ્લામાં મેઘરાજા વરસ્યા છે...જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news