Gujarat Politics: ગુજરાતમાં લોકસભા પહેલાં પક્ષપલટાની શરૂઆત, આ બેઠકના સમીકરણો બદલાશે

Gujarat Politics: છોટા ઉદેપુરમાં કોંગ્રેસને મોટો ફટકો, જો આ સમીકરણો બદલાશે તો કોંગ્રેસની રહી સહી કસર પણ નીકળી જશે. જાણીલો ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલાં આ સૌથી મહત્ત્વના સમાચાર...

Gujarat Politics: ગુજરાતમાં લોકસભા પહેલાં પક્ષપલટાની શરૂઆત, આ બેઠકના સમીકરણો બદલાશે

Gujarat Politics: આદિવાસી નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ માટે આ બીજો આંચકો છે. ચૂંટણી પહેલા છોટા ઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતા મેહનસિંહ રાઠવા પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસમાંથી નેતાઓનો પક્ષપલટો અટકી રહ્યો નથી. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં આદિવાસી નેતા ભાજપમાં જોડાયા હતા. ધીરુ ભાઈભીલની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. ધીરુભાઈ ભીલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ છોટા ઉદેપુર જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. ભાજપનું સંખ્યાબળ હજુ વધવાની ધારણા છે. જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર પહેલેથી જ ભાજપનો કબજો છે.

નસવાડી તાલુકાના કેસરપુરા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી હતી. ધીરુભાઈ ભીલ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ સંખેડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવી સામે હારી ગયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ભીલના મૂળ ગામ કેસરપુરામાં એક મોડેલ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ભીલે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તે વિસ્તારનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે શાસક પક્ષમાં જોડાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેમને કોંગ્રેસથી કોઈ ફરિયાદ નથી.

સંખેડાના સમીકરણો બદલાશે-
સંખેડા બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ ચાલતો હતો. 2012માં ધીરુભાઈ ભીલ છેલ્લી વખત ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022ની ચૂંટણીમાં તેમને ભાજપના અભયસિંહ ગઢવીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ધીરુભાઈ ભીલ 2017માં હારી ગયા પછી પણ કોંગ્રેસ પાર્ટીએ તેમને બીજી વખત મેદાનમાં ઉતાર્યા હતા. ભીલે પક્ષ છોડ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે આ બેઠક પર નવા ચહેરાને તક આપશે. આ સીટ આદિવાસીઓ માટે અનામત છે. અહીં આમ આદમી પાર્ટી પણ પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ ખાસ વાંચોઃ  બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ  એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ
આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news