દિગ્ગજ નેતાનો પત્ની સાથેનો ખટરાગ થયો ખુલ્લેઆમ, પત્નીએ કાનમાંથી કીડા ખરી પડે તેવી હકીકત કહી

ગુજરાતના એક દિગ્ગજ નેતાના તેમની પત્ની સાથેનો ખટરાગ ફરીથી સોશિયલ મીડિયા (social media) પર સામે આવ્યો છે. તેમની પૂર્વ પત્નીએ એક પત્ર વાયરલ કરીને તેમના પર ઢગલાબંધ આક્ષેપો ગણાવ્યા છે. સાથે જ પોતાના પતિને ચરિત્રહીન ગણાવ્યા છે. દિગ્ગજ નેતાની વિદેશમાં રહેતી પત્નીએ કોંગ્રેસ (gujarat congress) ના રાહુલ ગાઁધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામે આ પત્ર લખ્યો છે, જેમાં પતિ સામે ચરિત્રથી લઈને રાજકીય મામલે અનેક આક્ષપો મૂક્યા છે. હાલ આ પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. જેને કારણે કોંગ્રેસ છાવણીમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. 

દિગ્ગજ નેતાનો પત્ની સાથેનો ખટરાગ થયો ખુલ્લેઆમ, પત્નીએ કાનમાંથી કીડા ખરી પડે તેવી હકીકત કહી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના એક દિગ્ગજ નેતાના તેમની પત્ની સાથેનો ખટરાગ ફરીથી સોશિયલ મીડિયા (social media) પર સામે આવ્યો છે. તેમની પૂર્વ પત્નીએ એક પત્ર વાયરલ કરીને તેમના પર ઢગલાબંધ આક્ષેપો ગણાવ્યા છે. સાથે જ પોતાના પતિને ચરિત્રહીન ગણાવ્યા છે. દિગ્ગજ નેતાની વિદેશમાં રહેતી પત્નીએ કોંગ્રેસ (gujarat congress) ના રાહુલ ગાઁધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામે આ પત્ર લખ્યો છે, જેમાં પતિ સામે ચરિત્રથી લઈને રાજકીય મામલે અનેક આક્ષપો મૂક્યા છે. હાલ આ પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. જેને કારણે કોંગ્રેસ છાવણીમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. 

પત્નીએ કહ્યું, મારો પતિ અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખે છે
દિગ્ગજ નેતાની પત્નીએ પતિ પર આક્ષેપ કરતા કહ્યું કે, મારા પતિએ જે જે મહિલાઓ સાથે સંબંધ રાખ્યા, તે મહિલાઓને ટિકિટ અપાવી છે. પોતાની શક્તિથી તેમને રાજનીતિમાં આગળ આવતી રોકી. આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામા જ ખર્ચાઈ જાય છે. 

No description available.

મારા પતિ પાર્ટી માટે વફાદાર નથી
મહિલાએ પત્રમાં આરોપ મૂક્યો કે, મારા પતિ પોતાના પોલિટિકલ સ્ટેટસનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા માંગે છે. ગુજરાતની પ્રજામાં જાણી જોઈને ખોટો મેસેજ કરીને કોંગ્રેસને સત્તામાં આવવવાથી રોકે છે. તેમની બૌદ્ધિક સ્માર્ટનેસ છે. બોલશે બહુ સારું, જેથી કોઈને ખબર ન પડે. પરંતુ પડદાની પાછળ તેઓ કોંગ્રેસને આગળ ન આવવા દેવા કામ કરે છે. 

No description available.

આમ, રાજકીય નેતા પર તેમની પત્નીને ગંભીરમાં ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, આ વાયરલ પત્ર છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું, તેથી જ આ પત્રમાં લખેલ નામ બ્લર કરવામા આવ્યા છે. આ ઉપરાંત પર મહિલાએ દિગ્ગજ નેતા અને તેના પરિવાર પર આક્ષેપો લગાવ્યા છે. મહિલા કેવી પીડામાંથી તેમના પરિવારમાંથી નીકળી તેનું કથિત વર્ણન કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ નેતાનો પત્ની સાથેનો ખટગાર મીડિયા સામે આવ્યો હતો. તેમની પત્નીએ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ દિગ્ગજ નેતા પારિવારિક ડખા હંમેશા ચર્ચામાં આવ્યા છે. અગાઉ પણ દિગ્ગજ નેતાએ તેમની પત્નીને લિગલ નોટીસ પાઠવીને કહ્યુ હતું કે, તેમના પત્ની તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news