પોલીસ અધિકારીઓની બદલી અંગે ગુજરાત સરકારે બદલી દીધાં નિયમો, હવે નહીં ચાલે ભલામણો

Gujarat Police: રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈ મોટો નિર્ણય. પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. પોતાના જ ઝોનમાં બદલી નહીં થઈ શકે.

પોલીસ અધિકારીઓની બદલી અંગે ગુજરાત સરકારે બદલી દીધાં નિયમો, હવે નહીં ચાલે ભલામણો
  • પીઆઈ તથા પીએસઆઈની બદલી ને લઈ મહત્વના સમાચાર
  • પીઆઈ પીએસઆઈ અન્ય ઝોનમાં નોકરી કરવી પડશે 
  • રેંજ પ્રમાણે નોકરી માટે જિલ્લાઓ નીશ્ચિત કરવામાં આવ્યા 
  • પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જિલ્લા કે ઝોનમાં નોકરી કરનારા પીઆઈ પીએસઆઈ અન્ય ઝોનમાં બદલી થશે
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા ની બેઠકમાં નિર્ણય

Gujarat Police: પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. એકના એક ઝોનમાં ઓળખાણ કે ભલામણો લગાવીને હવે નહીં થઈ શકે બદલી. હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલાં જેવી લાલિયાવાડી. અધિકારીઓ નહીં કરાવી શકે પોતાના જ ઝોનમાં બદલી. ભ્રષ્ટાચારના એક બાદ એક સામે આવી રહેલાં કેસોને પગલે ગુજરાત સરકાર આકરા પાણીએ. સરકારે અધિકારીઓની બદલી અંગે તાત્કાલિક બદલી નાંખ્યા વર્ષો જુના નિયમો...

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 2, 2024

 

હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ. 
     
જે બિન હથિયારી પી.એસ.આઇ/ પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. જેની વિગતો જોઇએ તો..... 
    
હાલની ફરજ                આ જીલ્લામા બદલી થઇ શકે નહી
સુરત રેન્જ અને સુરત શહેર         વડોદરા રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, સુરત રેન્જ, સુરત શહેર. 
વડોદરા રેન્જ અને વડોદરા શહેર        સુરત રેન્જ, સુરત શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, વડોદરા રેન્જ, વડોદરા શહેર, પંચમહાલ રેન્જ  
અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેર         વડોદરા રેન્જ, વડોદરા શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેર, 
ગાંધીનગર રેન્જ             અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, પંચમહાલ રેન્જ, ગાંધીનગર રેન્જ 
પંચમહાલ રેન્જ            વડોદરા રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ
ભાવનગર રેન્જ             જુનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર, ભાવનગર રેન્જ
રાજકોટ રેન્જ અને રાજકોટ શહેર        ભાવનગર રેન્જ, જુનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને રાજકોટ શહેર, બોર્ડર રેન્જ
જુનાગઢ રેન્જ            ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર, જુનાગઢ રેન્જ
બોર્ડર રેન્જ                રાજકોટ રેન્જ, રાજકોટ શહેર, ગાંધીનગર રેન્જ, બોર્ડર રેન્જ
    
ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news