Zanjeerwala Zala: ગુજરાતના આ 'સિંઘમ' અધિકારી પર બોલિવૂડે બનાવી હતી ફિલ્મ, એવો તાપ હતો ગેંગસ્ટરોએ જિલ્લો છોડી દેવો પડ્યો હતો
Gujarat Police Officer Zanjeerwala Zala: એન્ગ્રી યંગમેન તરીકે ફેમસ અમિતાભ બચ્ચનના જંજીર ફિલ્મના રોલને પણ ઝાંખો પાડી દે તેવી બહાદુરીથી રીયલ લાઈફમાં પોલીસની નોકરી કરનાર ‘જંજીરવાલા ઝાલા’એ દેખાડી હતી. જેઓ આજે દુનિયામાં નથી પણ આજે પણ એમનું નામ પોલીસ ખાતામાં ભારે સન્માનથી લેવાય છે.
Trending Photos
ગુજરાતમાં બાહોશ પોલીસ અધિકારીઓની કોઈ કમી નથી. એકથી એક સાહસિક ઓફિસરોએ ગુજરાતને ક્રાઈમ મુક્ત બનાવવામાં સિંહફાળો આપ્યો છે. અહીં આપણે એક એવા જવામર્દ અને હિંમતવાન પોલીસ અધિકારીની વાત કરી રહ્યાં છે જેઓના તાપથી પોરબંદરના ગેંગસ્ટરોએ જિલ્લો છોડી દીધો હતો. જેઓ એટલા કડક હતા કે તેમનું નામ જંજીરવાલા ઝાલા પડ્યું હતું. એન્ગ્રી યંગમેન તરીકે ફેમસ અમિતાભ બચ્ચનના જંજીર ફિલ્મના રોલને પણ ઝાંખો પાડી દે તેવી બહાદુરીથી રીયલ લાઈફમાં પોલીસની નોકરી કરનાર ‘જંજીરવાલા ઝાલા’એ દેખાડી હતી. જેઓ આજે દુનિયામાં નથી પણ આજે પણ એમનું નામ પોલીસ ખાતામાં ભારે સન્માનથી લેવાય છે. મૂળ અરણીટીંબાના આ વતની મહેન્દ્રસિંહ મદારસિંહ ઝાલા ઉર્ફે જંજીરવાલા ઝાલા.... એમ.એમ ઝાલાનું ગુજરાત પોલીસમાં નામ જ એક સમયે કાફી હતું. જામનગરમાં માનવભક્ષી દીપડા સાથે બાથ ભીડીને તેને ગોળીથી ઠાર મારી પ્રજાને ભયમુક્ત કરનાર ઝાલાએ પોરબંદર અને અમદાવાદમાં કરેલી કામગીરી આજે એમને જશ અપાવી રહી છે.
પોરબંદર હોય અને ગેંગવોર ના હોય એવું ક્યારેય બની નહીં. પોરબંદરમાં નાની ગેંગો વચ્ચે અચૂક ગેંગવોર થતો અને સરકારની બદનામી થતી હતી. સ્થાનિક ગેંગોએ એટલો આતંક મચાવ્યો હતો કે તેની અસર હવે સામાન્ય લોકો પર પડવા લાગી હતી. આખરે 1978માં પોરબંદરમાં ગેંગવોર ચરમસીમા પર હતી ત્યારે સરકારે એમ. એમ. ઝાલાને ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી થાળે પાડવા મુક્યાં હતા. એ સમયે ઝાલાએ ગેંગસ્ટરો પર એવો તાપ ગુજાર્યો હતો કે ઘણા ગેંગસ્ટરો જિલ્લો છોડીને ભાગી ગયા હતા. આ બાહોશ અધિકારીના જીવન વિશે વાત કરીએ તો એમ. એમ. ઝાલાએ પ્રાથમિક શિક્ષણ અરણીટીંબા, માધ્યમિક શિક્ષણ વાંકાનેર તેમજ ભાવનગર શહેરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસખાતામાં કારકિર્દી શરૂ કરી હતી ત્યારબાદ નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને વર્ષ 1958માં વડોદરાથી પોસ્ટિંગ લઈ ફરજ ઉપર હાજર થયા હતા.
એમએમ ઝાલાએ તે કચ્છ અને જામનગર ACBમાં પણ ફરજ બજાવી છે. 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને દેશભરમાં ખ્યાતિ મેળવી હતી. 1958ની સાલમાં વડોદરાથી પોસ્ટિંગ લઈ નોકરી શરૂ કરી હતી. 1968માં ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી. ઈ.સ. ૧૯૮૬માં અમદાવાદ શહેર પોલીસ તરીકે નિમણૂક થઇ ગયાં યશસ્વી કામગીરી પછી ૧૯૮૦માં ડીએસપી નું પ્રમોશન મેળવ્યું હતું. જેઓ 1990માં DSP તરીકે નિવૃત્ત થયા હતા. જેઓએ 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન, કોમી તોફાન અને રોજીરોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી ત્યારે તેમને જંજીરવાલા ઝાલાનું ઉપનામ મેળવ્યું હતું.
પોલીસ ખાતામાં બહાદુરી, નિષ્ઠા તેમજ વફાદારી પૂર્વક જાનના જોખમે પ્રજાનું રક્ષણ કર્યાના અનેક દાખલા જંજીરવાલા ઝાલાની જીવનશૈલીમાં હતા. જેના આધારે હિન્દી ફિલ્મ “અગ્નિકાલ” બની હતી. વર્ષ 1990માં રીલિઝ થયેલી રાજ બબ્બર અને જીતેન્દ્ર સ્ટારર તેમજ અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે તેમના જીવન ઉપર એસ.પી. ‘જંજીરવાલા’નો રોલ કર્યો હતો અને આ ફિલ્મ જેતે સમયે સત્ય ઘટના આધારિત હોઇ ખૂબ ચાલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે