પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ગુજરાત બન્યું રામમય, રાજ્યમાં તમામ લોકો રંગાયા રામભક્તિમાં

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. આ પહેલા દેશભરમાં રામભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પણ રામમય બની ગયું છે. 
 

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ગુજરાત બન્યું રામમય, રાજ્યમાં તમામ લોકો રંગાયા રામભક્તિમાં

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં ગુજરાત સહિત સમગ્ર દેશ રામમય બન્યું છે....પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રાજ્યભરમાંથી મોકલવામાં આવતી ભેટ આકર્ષણનું કેન્દ્ર બની છે....સાથે ભગવાન રામ માટે યુવાનો સહિત વડીલોમાં જોવા મળતો ભક્તિનો રંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે...ત્યારે આવો જોઈએ અવધ નગરીમાં ભગવાન રામના આગમન પહેલાં કેવી રીતે ગુજરાત બની ગયું છે રામમય....

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાં ઉત્સાહ છે. દેશભરમાંથી મંદિર માટે ભેટ મોકલવામાં આવી છે અને આ સિલસિલો હજુ પણ યથાવત્ છે. આમાંથી મોટાભાગની ભેટ તો ગુજરાતમાંથી મોકલવામાં આવી છે...જેમાં પાંચ ફૂટની પહોળાઈનું નગારું હોય, 108 ફૂટ લાંબી અગરબત્તી... 9 ફૂટ ઉંચો દીવો હોય અને 44 ફૂટ ઉંચો ધ્વજદંડ, ભગવાન રામ માટે અજય બાણ, 3600 કિલોની 108 ફુટ લાંબી અગરબત્તી સહિતની અનેક ભેટ છે જે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.... 

બાળકો હોય કે યુવાનો....કે પછી વડિલો...ગુજરાતના તમામ લોકો હાલ રામભક્તિમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે..રાજકોટમાં ટેટૂ આર્ટિસ્ટની પણ અનોખી રામભક્તિ જોવા મળી રહી છે....વિનામુલ્યે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના હાથ પર ભગવાન રામનું ટેટૂ બનાવ્યું છે...અને હજુ લોકો રામ નામનું ટેટૂ બનાવવા લાઈનો લગાવી રહ્યા છે..

ભગવાન રામની 500 વર્ષ બાદ નીજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની હોય ત્યારે જલારામ ધામ વીરપુરમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે....વીરપુરમાં મારું ગામ, અયોધ્યા ધામના સૂત્ર સાથે ઘરે ઘરે એક સરખી રંગોળી કરી ઉજવણી કરવામાં આવી રહી છે..એટલું જ નહીં ઘરે ઘરે ભગવાન રામનો ધ્વજ ફરકાવી, બેન્ડવાંજા સાથે ભવ્ય શોભાયાત્રા અને ભવ્ય પ્રસાદની તૈયારી સાથે રોશનીના શણગારથી સમ્રગ વીરપુર ઝળહળી ઉઠ્યું છે..

ભગવાન રામનું મંદિર ન બને ત્યાં સુધી વાળ અને દાઢી નહીં કરાવવાની ટેક લેનાર મહસાગરના પદેડી ઝરખવાડા ગામના દેવસિંહ માલીવાડની ઈચ્છા પૂર્ણ થતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે....1990માં કરલો સંકલ્પ પૂરો થતા 22મીએ દેવસિંહ માલીવાડ અયોધ્યા જઈ ભગવાન રામના દર્શન કરશે...અને ત્યાર બાદ 34 વર્ષ બાદ વાળ અને દાઢી કરા વવાની ટેક પૂરી કરશે...

હવે રાહ માત્ર 22 જાન્યુઆરીની છે જ્યારે ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના મંદિરમાં પરત ફરશે ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ હશે. ગુજરાત સહિત સમગ્ર દેશના રામ ભક્તો એ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈને બેઠા છે...ત્યારે ગુજરાતથી અયોધ્યા મોકલવામાં આવેલી અનોખી ભેટ અને લોકોની અનોખી ભક્તિ એ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનશે....અયોધ્યાના ભવ્ય મંદિર અને અવધ નગરીની આ ભેટ શોભા વધારશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news