Big Breaking News: ગુજરાતની સરકારી સ્કૂલોમાંથી આજથી એક સાથે આટલા શિક્ષકોને છૂટા કરાશે
Traveling Teachers: રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક શિક્ષકોની નીતિ લાવીને ભરતી હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું હતું, જેના પરિણામે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના આશરે 4300 પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરીથી છૂટા કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
Trending Photos
Traveling Teachers/ઝી બ્યૂરો, અમદાવાદઃ શિક્ષણ જગત અને રાજ્યની સરકારી સ્કૂલોમાં ભણાવતા ગુજરાતના શિક્ષકો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના બની રહેશે. કારણકે, ગુજરાત સરકારે શિક્ષણ વિભાગ અંતર્ગત ખુબ મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ જતા પ્રવાસી શિક્ષક આજથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ગુજરાત રાજ્યની સરકારી સ્કૂલોમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે.
રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક શિક્ષકોની નીતિ લાવીને ભરતી હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું હતું, જેના પરિણામે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના આશરે 4300 પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરીથી છૂટા કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જોકે મોટા ભાગના પ્રવાસી શિક્ષકો જ્ઞાન સહાયક તરીકે પસંદ કરાયા છે.
માધ્યમિકમાં 4200 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 3500 જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, જ્ઞાન સહાયકોની ભરતી મોડું થવા નાં લીધે શિક્ષણ વિભાગે 27 જુલાઈ 2023નાં ઠરાવ થી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવાસી શિક્ષકો ને છ મહિના સમય વધાર્યો હતો. આ શિક્ષકોની વધારેલી સમય મર્યાદા 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. તેથી રાજ્યભરની સરકારી સ્કૂલોમાં ભણાવતા પ્રવાસી શિક્ષકોને 24 જાન્યુઆરીથી છૂટા કરાશે. અગાઉ જ્ઞાન સહાયકો ની જગ્યા પર સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી કરાતા તબક્કાવાર પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવી રહ્યા છે .અગાઉ જ્ઞાન સહાયકોની ભરતી થવામાં સમય જાય તેમ હોવાથી શિક્ષણ વિભાગે 27 જુલાઈ 2023ના ઠરાવથી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રવાસી શિક્ષકોને વધુ 6 મહિના માટે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન સરકારે જ્ઞાન સહાયકોની ભરતી સરકારે હાથ ધરી હતી. અત્યાર સુધીમાં માધ્યમિકમાં 4200 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 3500 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે. બીજી બાજુ છ મહિના માટે પ્રવાસી શિક્ષકોની વધારેલી સમય મર્યાદા 23 જાન્યુઆરીએ પૂરી થાય છે. આથી સરકારે ગ્રાન્ટેડ માધ્યમિકના 1800 અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિકના 2500 મળીને 4300 પ્રવાસી શિક્ષકોને 24 જાન્યુઆરીથી છૂટા કરવાનું નક્કી કર્યું છે.
કઈ રીતે અપાતો હતો પ્રવાસી શિક્ષકોને પગાર?
પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ પગાર અપાતો હતો,જેની જગ્યાએ હવે જ્ઞાન સહાયકોની ફિકસ પગારથી ભરતી કરાઈ છે. પ્રાથમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 21 હજાર, માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને માસિક 24 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 26 હજાર પગાર આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે