રંગીલા રાજકોટના વિકાસનું બજેટ જાહેર, જાણો શહેરીજનો માટે કઈ નવી 15 યોજનાઓ પર કરાશે વિશેષ ખર્ચ

રાજકોટ મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો છે. વિકાસના કામોને વેગ આપવા માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. બજેટમાં ફાળવવામાં આવેલી રકમ દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવતો હોય છે.

રંગીલા રાજકોટના વિકાસનું બજેટ જાહેર, જાણો શહેરીજનો માટે કઈ નવી 15 યોજનાઓ પર કરાશે વિશેષ ખર્ચ

ગૌરવ દવે, રાજકોટઃ રંગીલા રાજકોટના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષ 2023-24 નું 2637.80 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મનપાના હોદ્દોદ્દારો સાથે મળેલી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની જાહેરાત કરી. રાજકોટ મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો છે. વિકાસના કામોને વેગ આપવા માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. બજેટમાં ફાળવવામાં આવેલી રકમ દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવતો હોય છે.

રાજકોટ મનપાના બજેટની હાઇલાઇટઃ
રાજકોટ-શહેરીજનોને પાણીવેરો બમણાં સાથે ૨૬૩૭.૮૦ કરોડનું બજેટ થશે રજૂ.
101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો 
રાજકોટમાં પાણી વેરો ત્રણ ગણો નહિ પણ ડબલ કરવા શાસકોનો નિર્ણય 
રહેણાકમાં પાણીવેરો 840 થી વધારીને 1500 કરવામાં આવ્યો 
કોમર્શિયલમાં પાણીવેરો 1680 થી વધારીને 3000 કરવામાં આવ્યો 
કોમર્શિયલમાં ગાર્બેજ ચાર્જ ડબલ કરી 730 થી વધારી 1460 કરાયો 
જયારે થિયેટર ટેકસ પ્રતિ શોના 100 ના બદલે 1000 વસૂલવા કમિશનરના સૂચનને ઠુકરાવી માત્ર 125 વસૂલવા શાસકોની મંજૂરી

રાજકોટ મનપાના બજેટમાં શાસકોએ કુલ 39.25 કરોડ ખર્ચે ઉમેરેલી નવી 15 યોજનાઓઃ
રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકમાં ઓવરબ્રિજ - 10 કરોડ
મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગ વ્યવસ્થા - 6 કરોડ
ઉપલા કાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ - 1.50 કરોડ
રાજકોટ દર્શન સિટી બસ - 1 કરોડ
ડસ્ટ ફ્રી રોડ - 5 કરોડ
યુનિફોર્મ આઇડેન્ટીટી માટે - 2 કરોડ
ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક - 50 લાખ
સ્માર્ટ સ્કુલ - 76 લાખ
પ્રાથમિક શાળાઓમાં કલરકામ - 5 કરોડ
ઝોન દીઠ એક બોકસ ટેનિસ ક્રિકેટ- 1.50 કરોડ
શહેરના કોઇ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ - 5 કરોડ
કાઉન્સિલર્સ મોનિટરિંગ એપ - 50 લાખ
મેન્ટેનન્સ એકસપેન્સીસ મોનિટરિંગ સિસ્ટમ - 50 લાખ
તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ
રામનવમીએ રામવનમાં બાળકો અને વૃધ્ધોને નિઃશુલ્ક પ્રવેશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news