Online Fraud: કેબ બુક કરાવતા જ અકાઉન્ટમાંથી ઉડી ગયા લાખો રૂપિયા ! ઓનલાઈન બુકિંગ દરમિયાન કરી હતી આ ભુલ
Online Fraud: એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થયું જે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી કેબ બુક કરાવી રહ્યો હતો. અને તેના અકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડી ગયા.
Trending Photos
Online Fraud: દેશમાં સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે. હેકર્સ એક કે બીજા માધ્યમથી લોકોના અકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. એમાંય હવે તો કેબ બુક કરાવવું પણ સલામત નથી રહ્યું. આવું જે એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થયું જે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી કેબ બુક કરાવી રહ્યો હતો. અને તેના અકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડી ગયા.
આ પણ વાંચો:
મહારાષ્ટ્રના સોફ્ટવેર એન્જીનિયર નાસિક જવા માટે ઓનલાઈન કેબ બુક કરાવી રહ્યો હતો. કેબ બુક કરવા માટે તેણે ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ પર પોતાની જાણકારી મુકી અને પેમેન્ટ શરૂ કર્યું. પરંતુ ટેક્નિકલ ગ્લિચના કારણે બુકિંગ ફેઈલ થયો. જેના થોડા સમય બાદ તેની પાસે એક ફોન આવ્યો જેણે પોતાને ટ્રાવેલ એજન્સીનો કર્મચારી જણાવ્યો. થયું એવું કે, પીડિતે બુકિંગની પ્રક્રિયા ત્યાંથી અધુરી છોડી દીધી. કેટલીક વાર બાદ તેના મોબાઈલમાં મેસેજીસ આવ્યા અને ખબર પડી કે તેના અકાઉન્ટમાંથી 2 લાખથી વધુની રકમ ઉડી ગઈ છે.
આ યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી 81, 400 રૂપિયા, 71, 085 રૂપિયા અને 1.42 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. આ જોતા જ તેણે કસ્ટમર કેરમાં ફોન કર્યો અને કાર્ડ બ્લોક કરવા કહ્યું. કસ્ટમર કેરમાંથી તેને મદદ મળી તો છેલ્લા જે 17, 085 રૂપિયા કપાયા હતા તે પાછા મળ્યા. પરંતુ તેણે 2 લાખ રૂપિયા તો ગુમાવ્યા. આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે