સપના અધૂરાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં બે વર્ષમાં માત્ર 32 શિક્ષિતોને જ મળી સરકારી નોકરી
જાણીને નવાઇ લાગે તેવી વાત એછેકે, છેલ્લા બે વર્ષમાં આખાય ગુજરાતમાં ૩૨ જણાંને સરકારી નોકરી મળી શકી છે. સરકાર ભરતી કેલેન્ડર આધારે ભરતી પરિણામે આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા પણ કંઈક અલગ છે. શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફાં મારી રહ્યાં છે. શિક્ષિત યુવાઓના સપનાઓ અધૂરાં રહ્યાં છે. આ અમે નથી કહી રહ્યાં આ વાતનો પુરાવો સરકારી આંકડાઓ જ આપી રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં માત્ર ૩૨ શિક્ષિતોને જ સરકારી નોકરી મળી શકી છે. ગુજરાતમાં શિક્ષિત યુવાઓને રોજગારીની ઘણો તકો છે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એછેકે, ગુજરાતના શિક્ષિત યુવાઓના સરકારી નોકરી મેળવવાના સપનાં પૂર્ણ થઈ શક્યા નથી.
જાણીને નવાઇ લાગે તેવી વાત એછેકે, છેલ્લા બે વર્ષમાં આખાય ગુજરાતમાં ૩૨ જણાંને સરકારી નોકરી મળી શકી છે. સરકાર ભરતી કેલેન્ડર આધારે ભરતી પરિણામે આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ગુજરાતમાં હાલ ૨,૪૯,૭૩૫ બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે. ભરતી કેલેન્ડર કાગળ પર જ રહી ગયું છે. ગુજરાત સરકારને કોન્ટ્રાક્ટ પધ્ધતિ પર ભરોસો બેઠો છે. એના કારણે સરકારી ભરતી થતી નથી. હજારો શિક્ષિત યુવાઓ સરકારી નોકરીની ભરતી થશે એવી આશાએ તૈયારીઓ કરતા હોય છે. જોકે, તેમના સપના અધૂરાં જ રહી જાય છે.
હવે કયા જિલ્લામાં કેટલા બેરોજગારો છે તેની વાત કરીએ તો....
કચ્છમાં 8184 બેરોજગાર
રાજકોટમાં 13,439 બેરોજગાર
ગીર સોમનાથમાં 4246 બેરોજગાર
અમરેલીમાં 9020 બેરોજગાર
જૂનાગઢમાં 11,701 બેરોજગાર
ભાવનગરમાં 15,191 બેરોજગાર
બનાસકાંઠામાં 10,134 બેરોજગાર
નર્મદામાં 4628 બેરોજગાર
નવસારીમાં 3300 બેરોજગાર
વલસાડમાં 7605 બેરોજગાર
મહીસાગરમાં 11,494 બેરોજગાર
પંચમહાલમાં 12,334 બેરોજગાર
અમદાવાદમાં 16,400 બેરોજગાર
બોટાદમાં 4455 બેરોજગાર
આણંદમાં 21,633 બેરોજગાર
ભરૂચમાં 4551 બેરોજગાર
તાપીમાં 5392 બેરોજગાર
ડાંગમાં 2887 બેરોજગાર
દાહોદમાં 11,095 બેરોજગાર
છોટાઉદેપુરમાં 4644 બેરોજગાર
અરવલ્લીમાં 5580 બેરોજગાર
સાબરકાંઠામાં 6502 બેરોજગાર
મોરબીમાં 3427 બેરોજગાર
પાટણમાં 6919 બેરોજગાર
સુરેન્દ્રનગરમાં 12,435 બેરોજગાર
ગાંધીનગરમાં 6037 બેરોજગાર
વડોદરામાં 18,732 બેરોજગાર
પોરબંદરમાં 5408 બેરોજગાર
દેવભૂમિ દ્વારકામાં 2362 બેરોજગાર.....
વિધાનસભામાં બેરોજગારીને લઇને સવાલ ઉઠતાં સરકારે જવાબ આપ્યો છેકે, ગુજરાતમાં કુલ મળીને ૨૯ જિલ્લામાં ૨,૩૮,૯૭૮ શિક્ષિત બેરોજગારો અને ૧૦,૭૫૭ અર્ધ શિક્ષિત બેરોજગારો સરકારી ચોપડે નોધાયા છે. આ પરથી. "સ્પષ્ટ થાય છેકે, સરકાર શિક્ષિત યુવાઓને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. સાથે સાથે સરકારી નોકરીના સપનાં તો સરકાર પૂર્ણ કરી શકી જ નથી. સરકારના આંકડા દર્શાવે છેકે, અમદાવાદ, આણંદ, વડોદરા અને ભાવનગરમાં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા વધુ છે. ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છેકે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં ૨૨, ભાવનગરમાં ૯ અને ગાંધીનગરમાં ૧ એમ કુલ મળીને ૩૨ શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા છે. આમ, સરકારનું ભરતી કેલેન્ડર નિ કાગળ પર જ રહ્યું છે. નિયમિત રીતે ભરતી કરાશે તેવી સરકારની સુફિયાણી લે વાતોનો ફિયાસ્કો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે