મોબાઈલની જેમ હવે લાઈટબીલનું પણ થશે રિચાર્જ, રિચાર્જ ભૂલ્યા તો ઘરમાં થઈ જશે અંધારુ

Prepaid Smart Electric Meter: હવે મોબાઈલની જેમ થશે લાઈટનું રિચાર્જ, સરકાર દ્વારા અમલી થવા થઈ રહી છે એક નવા પ્રકારની જ વ્યવસ્થા. લોકોની સુખાકારીમાં વધારો કરવા લેવાયો છે આ નિર્ણય.

મોબાઈલની જેમ હવે લાઈટબીલનું પણ થશે રિચાર્જ, રિચાર્જ ભૂલ્યા તો ઘરમાં થઈ જશે અંધારુ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે તમામ વ્યવસ્થાઓમાં બદલાવ આવી રહ્યો છે. ત્યારે સરકાર હવે લાઈટબીલની વર્ષોથી ચાલી આવતી પ્રથાને પણ બદલવા માંગે છે. જેને કારણે ગ્રાહકો એટલેકે, નાગરિકોને સીધો તેનો લાભ મળી શકે. કોઈપણ પ્રકારનું ચિટિંગ ન થાય. એટલું જ નહીં પણ તમારી જરૂરિયાત મુજબનો જ વીજ વપરાશ થાય અને તમને તેનું યોગ્ય મુલ્યાંકન કરવાન પણ અવસર મળે. બિલ ભરવાની માથાકુટમાંથી પણ મુક્તિ મળે. આવા અનેક આશયોને ધ્યાને રાખીને સરકાર લાવવા જઈ રહી છે પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર. ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આ વ્યવસ્થા અમલી બનાવવાની દિશામાં હાલ કામ થઈ રહ્યું છે.

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર દ્વારા તમામ  રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિમ અમલમાં મુકાઈ છે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિમ અમલમાં મૂકાઈ રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવાશે.

પહેલાં ફેઝમાં શું થશે?
પ્રથમ તબક્કામાં તમામ સરકારી વિભાગો, કચેરીઓ, બોર્ડ-નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટ૨ લગાવાશે, સૌરાષ્ટ્રથી શરૂઆત થવાની સંભાવના છે. સંભવતઃ રાજ્યના રાજકોટ શહેરથી આની શરૂઆત થઈ શકે છે. 

તમામ પ્રકારની ગેરરીતિઓ બંધ થશેઃ
ભારતસરકારે વીજળીમાંથી થતી ચોરી, વીજ વિતરણ વખતે થતું વીજ-પ્રવહન નુકસાનને કારણે વીજ કંપનીઓને થતાં આર્થિક નુકસાનને રોકવા માટે આખા દેશમાં રિલેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDS)અમલમાં મૂકી છે, જેના અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં રહેણાક તેમજ કોમર્શિયલ હેતુ માટે પ્રિ-પેઈડ વીજ મીટરને લગાવવામાં આવશે.  

ક્યારે થશે ગુજરાતમાં અમલ?
ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. જેને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં લગભગ પૂરી કરી દેવાશે.ગુજરાતમાં આ યોજનાના અમલ બાદ, વીજ-વપરાશ માટેના માસિક કે બે માસિક બીલ નહીં આવે પણ, દરકે વીજ- ગ્રાહકે હાલ તેમના પ્રિ-પેઈડ મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે અને મોબાઈલ ફોનનો ચાર્જંગ પૂરું થઈ ગયા બાદ મોબાઈલ ફોન બંધ થઈ જાય છે. તે રીતે જ હવેથી આ નવા પ્રિપેઇડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાયા બાદ દરેક વીજ-ચાહકોએ તેમના વીજ મીટર રિચાર્જ કરાવવા પડશે,રિચાર્જ પૂરો થાય કે ફરીથી રિચાર્જ કરાવવો પડશે. એક જાણકારી મુજબ વીજ વિતરણ કંપની (ડિસકોન-DISCOM)એ ગુજરાતમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઈલેકટ્રીક મોટર લગાવવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ભારત સરકારને સોંપી દીધો છે. 

આ પણ ખાસ વાંચોઃ​  મેરેજ થયા હોય કે તૈયારી હોય તો રોજ ભુલ્યા વિના ખાઈ લેજો આટલા કાજુ, પાર્ટનર રહેશે ખુશ
આ પણ ખાસ વાંચોઃ​  ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન
આ પણ ખાસ વાંચોઃ​  ચારેય તરફ ટેન્શન છે? કોઈ કામ સારું નથી થતું? લાલ કિતાબની આ 10 વાતો ચમકાવશે કિસ્મત
આ પણ ખાસ વાંચોઃ​  જો તમને પણ બોલ બોલ કરવાની આદત હોય તો, ઘરેબેઠાં કરી શકો છો લાખોની કમાણી!

દેશમાં 25 કરોડ સ્માર્ટ મીટર લગાવાશેઃ
ભારત સરકારના આયોજન મુજબ, ભાગ-A હેઠળ, સમગ્ર દેશમાં લગભગ 25 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું વિચરાયું છે. 

ગુજરાત સરકારે પણ તેને લીલીઝડી આપી દીધી છે. ૧૦,૪૪૩ કરોડનો ખર્ચ અંદાજાયો છે.હાલ, ડિસ્કોમ દ્વારા મંજૂર સ્માર્ટ મીટરીંગના કામોની ટેન્ડરીંગ અને એવોર્ડની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ ૧,૬૪,૮૧,૮૭૧ જેટલા પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે. જેની પાછળ અંદાજે 10,443 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃ  આ હોટલાઈન શું છે? પ્રધાનમંત્રી બીજા દેશના નેતાઓ સાથે કેમ આના માધ્યમથી કરે છે વાત?આ પણ ખાસ વાંચોઃ  દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
​આ પણ ખાસ વાંચોઃ  આ ચાકૂનું નામ કઈ રીતે પડ્યું રામપુરી? જાણો 'રામપુરી' પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ
આ પણ ખાસ વાંચોઃ  ટૂંકા કપડામાં પણ મહિલાઓને ઠંડી ન લાગવા પાછળનું કારણ આવ્યું સામે, જાણીને નવાઈ લાગશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news