Supercop: એ કોઈ મંદિરમાં દર્શન કરવા જાય તો પુજારી પણ કહેતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આવ્યાં!

ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ : આ સ્ટોરી છે ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને દયા નાયક ગણાતા તરૂણ બારોટની. જેઓ ભગવાન કૃષ્ણના તો પરમ ભક્ત હતા પણ ગુનેહગારો માટે યમરાજ હતા. જેમનો ક્રાઈમ બ્રાન્ચમાં એટલો તાપ હતો કે કોઈ પણ મોટા કેસમાં તરૂણ બારોટ જ આગળ રહેતા હતા. અહીં અમે તમને આ બાહોશ અધિકારીની વિગતો આપી રહ્યાં છે....

Supercop: એ કોઈ મંદિરમાં દર્શન કરવા જાય તો પુજારી પણ કહેતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આવ્યાં!

ઝી બ્યૂરો, અમદાવાદઃ  ગુજરાત પોલીસના એ બાહોશ અધિકારી જેને ક્યારેય મોતનો ડર જ લાગ્યો નથી. એક સમયે અમદાવાજ ક્રાઈમબ્રાન્ચનું નાક ગણાતા તરૂણ બારોટનું નામ સાંભળતાં જ ગુનેહગારો ફફડી જતા. કહેવાય છે કે જેમના નામે 16 એન્કાઉન્ટર બોલે છે એ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અધિકારીએ ગુજરાતને ક્રાઈમ ફ્રી સ્ટેટ બનાવવામાં મોટો રોલ ભજવ્યો છે. તમને ખબર નહીં હોય પણ ગુજરાત સરકારે પોલીસતંત્રમાં સૌ પ્રથમ આઉટ ઓફ પ્રમોશન તરૂણ બારોટને આપ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર તરફથી ‘ઉત્કૃષ્ઠ’ સેવા માટે તેમને 15 એવોર્ડ અને 430 રિવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા છે. બારોટ સબ ઈન્સ્પેક્ટર તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા અને 2014માં IPS બનીને રિટાયર્ડ થયા હતા.

આઉટ ઓફ ટર્ન પ્રમોશન-
તરૂણ બારોટની છાપ ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકેની હતી. ૧૯૯૨માં તેમનું પોસ્ટિંગ સબ ઈન્સ્પેકટર તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં થયું હતું. ૧૯૯૮માં ડોન લતીફના એન્કાઉન્ટર સાથે તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. ૧૯૯૮માં ડોન લતીફના એન્કાઉન્ટર સાથે તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. આ માટે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને ઈન્સ્પેકટર બનાવી દેવાયા હતા. કહેવાય છે કે તેમના નામે ૧૬ જેટલા એન્કાઉન્ટર બોલે છે. એમના હાથે જે પણ આતંકવાદી ચડ્યો એ સીધો સ્વર્ગે સિધાવ્યો હતો. તેઓ ૨૦૧૧ સુધી ક્રાઈમ બ્રાન્ચમાં રહ્યા હતા અને તે પછી ડી વાય એસપીના પ્રમોશન સાથે મહેસાણા વિભાગમાં મુકાયા હતા. આખરે IPS બનીને રિટાયર્ડ થયા હતા. 

જે લોકો ડીએસપી તરૂણ બારોટને ઓળખે છે તે તેમના વિશે બે વાત તો ચોક્કસ કહેશે- એક તો એ કે તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત છે અને બીજી કે તે કોઈ આરોપીની ઉલટ-તપાસ કરતા હોય ત્યારે એક સવાલ પૂછતા જ કે ‘તું જાણે છે હું કોણ છું?’ એન્કાઉન્ટરના કેસોમાં સપડાયા બાદ તેઓ કલાકોના કલાકો પૂજા કરવામાં વિતાવતા હતા. 1992માં જૂહાપુરામાંથી ઘણાં હથિયારો સાથે ખાલીસ્તાન મૂવમેન્ટના આતંકવાદી લાલસિંહને પકડ્યો ત્યારે તેઓ પોલીસ ખાતામાં ચર્ચામાં આવ્યા હતા. આ કામગીરીએ તેમને સડસડાટ પ્રમોશન અપાવ્યું. બારોટ 2014માં નિવૃત્ત થયા, તે સમયે પણ તેઓ એન્કાઉન્ટરના કેસમાં જેલમાં હતા.

આ કામગીરીએ ઓળખ અપાવી-
90ના દસકામાં તરૂણ બારોટના નામનો સિક્કો પડતો હતો. બારોટે વર્ષ 1992માં શીખ ત્રાસવાદી (Sikh Terrorist) ઈન્દરપાલસિંઘ ઉર્ફે લાલસિંઘે (Inder Pal Singh alis Lal Singh) અમદાવાદમાં બે ઠેકાણે છુપાવેલી 31 નંગ AK-47 ગન, રોકેટ લોન્ચર (Rocket Launcher) ટ્રાન્ઝિસ્ટર બોંબ  RDX સહિતનો મોતનો સામાન કબજે કર્યો હતો. ગેંગસ્ટર અબ્દુલ વહાબ (Gangster Abdul Wahab) ની મુંબઈ ખાતેથી ધરપકડ, ખાલિસ્તાન ચળવળ ચલાવતા ઉગ્રવાદીઓ વિરોધી કાર્યવાહી,  RDX લેન્ડીગ કેસમાં Don દાઉદ ઈબ્રાહીમ (Daud Ibrahim) માટે કામ કરતા મોહંમદ હનીફની ધરપકડ સહિત અનેક વખાણવા લાયક કામગીરી આ અધિકારીના નામે બોલતી હતી. એક સમયે ઉચ્ચ અધિકારીઓના ભરોસાલાયક કોઈ અધિકારી હોય તો તરૂણ બારોટ હતા. 

લતીફ તરૂણ બારોટ સામે નાના બાળકની જેમ રડ્યો હતો-
તરૂણ બારોટ સાથે અમદાવાદના ખૂંખાર ગેંગસ્ટર લતિફની પણ સ્ટોરી જોડાયેલી છે. એક સમયે પોપટિયાવાડમાં જતા પોલીસ કર્મીઓ ફફડી જતા હતા એ લતીફ તરૂણ બારોટ સામે નાના બાળકની જેમ રડ્યો હતો. તે વારંવાર હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો તમે કહેશો સાહેબ તે કાગળ ઉપર સહી કરી દઈશ, તમે કહેશો તેવું બધુ જ કરીશ પણ સાહેબ મને જવા દો.. 

ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દાવા પ્રમાણે તે તેમના જાપ્તામાંથી ભાગ્યો અને તેના 2 કલાકમાં પોલીસની અથડામણમાં માર્યો હતો. પોલીસે તેમની ઉપર થયેલા હુમલા અને તેમણે સ્વરક્ષણમાં કરેલા ગોળીબારમાં લતીફ Latif ના મૃત્યુની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશન Sardarnagar Police Station માં નોંધાઈ હતી. લતીફ Latif નો મૃતદેહ પડ્યો હતો. પોલીસની એફઆઈઆર FIR પ્રમાણે લતીફ Latif ઈન્સપેક્ટર તરૂણ બારોટ Tarun Barot ના ફાયરિંગમાં માર્યો ગયો હતો.

સીબીઆઈ દ્વારા બારોટ સામે કાર્યવાહી-
સાદીક જમાલના કેસમાં સીબીઆઈએ તરૂણ બારોટ સામે આઈ પી સી ૧૨૦ બી, ૧૧૪, ૩૪૧,૩૪૨,૩૪પ,૩૬૪,૩૬પ અને હત્યાની ૩૦૨ની કલમ લગાવી છે. સીબીઆઈ દ્વારા બારોટ સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાંથી એ નિર્દોષ છૂટ્યા હતા. આજે પણ પોલીસ ખાતામાં તરૂણ બારોટનું નામ ભારે દબદબાથી લેવાય છે. તરૂણ બારોટએ અધિકારી છે જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામથી ગુનેહગારોને ફફડતા કરી મૂક્યા હતા. જેઓ એક સમયે ક્રાઈમબ્રાન્ચનું નાક ગણાતા હતા. આખરે અનેક વિવાદો બાદ છેલ્લે પ્રમોશન સાથે બારોટ નિવૃત્ત થયા હતા અને હાલમાં સાદગીથી જીવન ગુજારી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news