Gujarat Liquor Pass: Gift Cityમાં દારૂ પીવા ક્યાંથી નીકળશે 'પાસ'? શું ભાવ છે? જાણો તમારો મેળ પડશે કે નહીં
Gujarat Liquor Pass: ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માંગતા લોકોના મનમાં અનેક સવાલો હોય છે. તમારા તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
Trending Photos
Gujarat Gift City Liquor Pass: ગુજરાતના પાટનગર અને 'બાપુ'ના નામ વાળા નગર એટલેકે, ગાંધીનગરમાં આવેલાં એક સ્પેશિયલ ઝોનમાં હવે સરકારે (Gift City Liquor Permission) લીકરની પરમિશન આપી છે. આ સ્થળનું નામ છે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીનું નામ ત્યારથી ચર્ચામાં છે જ્યારથી સરકારે લીકર પરમિશન આપવાની વાત કરી છે. પબ્લિકના મનમાં તો એમ જ છેકે, ગિફ્ટીમાં રેલમછેલ શરૂ થઈ ગઈ છે, દરેકને છાટાંપાણીનો મોકો મળી જશે, પણ હકીકત એવી નથી. એના માટેના નિયમો કંઈક અલગ છે. નિયમોની વાત કરીએ તો એમાં બધાનો મેળ પડે એવું લાગતું નથી.
ગાંધીનગર ગુજરાતમાં દારૂ મળશે,,,રીતસર દારૂ પીરસાશે અને પીવાશે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન માટેની આખી ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. છતાં લોકોના મનમાં ઘણાં સવાલો હોય છે ત્યારે તમારા તમામ સવાલોના જવાબો અહીં મળી જશે. સૌથી મોટો સવાલ અત્યારે એ છેકે, શું ગિફ્ટ સિટીમાં આપણો મેળ પડશે? બીજો સવાલ પાસ ક્યાંથી કઢાવવાનો? અને ત્રીજો સવાલ શું ભાવ છે?
ગિફ્ટ સિટીમાં કેમ અપાઈ દારૂની છૂટઃ
ગિફ્ટ સિટીમાં દેશ અને દુનિયાભરથી બિઝનેસ સેક્ટર સાથે સંકળાયેલાં લોકો આવતા હોય છે. દેશ-વિદેશના લોકો ગુજરાતના મહેમાન બનતા હોય છે. જેઓ ગુજરાતમાં ભવિષ્યમાં મોટું રોકાણ પણ કરી શકે છે. ત્યારે તેમને અનુરૂપ વાતાવરણ મળી રહે, તેમને પોતાના વતન જેવી સુવિધા અહીં મળી રહે તે આશયથી જ આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સિવાય ગુજરાતમાં નશાબંધી, દારૂબંધીનો નિયમત કડક રીતે લાગુ રહેશે.
ગિફ્ટ સિટીમાં દારૂ માટે પાસ ક્યાંથી કઢાવવાનો?
ગિફ્ટ સિટીમાં દારૂ માટે પાસ ક્યાંથી કઢાવવાનો આ સવાલ અત્યારે એક કોમન સવાલ છે. છાટાં-પાણીના શોખીનો હાલ દરેકને આ જ સવાલ પૂછતા હોય છે. ત્યારે આજે સરકારે આ અંગેની ગાઈડલાઈન જાહેર કરીને તેની સ્પષ્ટતા કરી દીધી છે. જેમાં જણાવ્યું છેકે, ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે. તેના માટે ત્યાં એક અલાયદી ઓફિસ તૈયાર કરાઈ. ગિફ્ટ સીટીના જે તે કંપનીના HR હેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામા આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે. એફ, એલ-૩ લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે. લિકર એકસેસ પરમીટ એટલે જેને ગિફ્ટ સિટીમાં કામ કરે છે તે અને ટેમ્પરરી પરમીટ ધારક એટલેકે, જે બહારથી આવે છે, જેને મંજૂરી અપાય તે જ જરૂરી ખરાઇ બાદ દારૂ પીવા માટે હોટેલમાં પ્રવેશ કરી શકશે. ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી ગીફટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.
કઈ ઉંમરના લોકોને દારૂ મળશે?
૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.
પીવાની પરમિટ મળે તો પણ આ નિયમો લાગુઃ
ગિફટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળે તો પણ લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે? આ સવાલનો જવાબ પણ અહીં આપવામાં આવ્યો છે. લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહી
આ તમામ પરમીટ ગિફ્ટ સિટીમાં નહીં ચાલેઃ
હાલના ફેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે? એ સવાલ દરેકના મનમાં આવતો હોય છે સરકારે સ્પષ્ટ કર્યું છેકે, આવી કોઈ પણ જાતની પરમીટ ગિફ્ટ સિટીમાં ચાલશે નહીં. ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનુ સેવન કરી શકશે. લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
એફ.એલ-૩ લાયસન્સ શું છે? તે કોને મળી શકે?
ગીફ્ટ સીટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા (Serving) અંગેનું લાયસન્સ.. ગીફટ સીટી ગાંધીનગર ખાતે આવેલ/આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે.
ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે કઈ રીતે મળશે લાયસન્સ?
જે તે સેટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજુ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે. વેચાણ કર્તાએ ખરીદ અને વેચાણના હિસાબો રાખવા પડશે અને વેચાણના સ્થળે સીસીટીવી રાખવા પડશે.
હોટલ કે રેસ્ટોરામાં લીકર વેચવા કઈ પરમિશન લેવાની?
હોટલ કે રેસ્ટોરામાં લીકર વેચવા લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ, ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે.
ગિફ્ટ સિટીમાં શું રહેશે દારૂનો ભાવ?
પ્રાપ્ત માહિતી મુજબ ગિફટ સિટીમાં લીકર પરમિટ મેળવ્યાં બાદ તમે હોટેલ કે, રેસ્ટોરામાં શરાબનું સેવન કરી શકો છો. જેમાં શરાબનો ભાવ કાયદેસરના સરકારના જીએસટી અને બધા નિયમોને આધિન રહેશે. રેસ્ટોરાં કે હોટલે તેના પર પોતાનો ચાર્જ ચઢાવશે. જેને કારણે અહીં લીકરનો ભાવ મુંબઈમાં આવેલાં મોંઘા બારમાં હોય તેનાથી સહેજ પણ ઓછો નહીં હોય. અહીં શરાબ ખુબ મોંઘા ભાવમાં જ મળશે. અહીં શરાબની બોટલ પણ એક નોર્મલ લેવલ કરતા હાઈફાઈ સ્ટાન્ડર્ડની જ મળશે. એટલે સામાન્ય રીતે અહીં બે કે અઢી હજારથી તો બોટલના ભાવની શરૂઆત થશે. એનાથી સસ્તી કિંમતનો દારૂ અહીં નહીં મળે. અઢી-ત્રણ હજારથી લઈને 35 થી 40 હજાર સુધીની બોટલ પણ અહીં મળી રહેશે. અહીં બિયરની બોટલ પણ ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયાની મળશે. જ્યારે વાઈનનો ભાવ પણ ખુબ ઉંચો રહેશે. અહીં દેશ-વિદેશની ઉંચી બ્રાન્ડનો દારૂ પીરસવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે