નડતા નેતાઓને કેરમની કુકડીની જેમ કિનારે કરશે ભાજપ! ગુજરાતમાં ઘણા મોટા 'ભા' બનશે
2024માં જીતની જોરદાર તૈયારી... દરેક લોકસભા સીટ માટે ભાજપનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે ચૂંટણી. ના પણ નહીં પાડે અને આ એક સુપરપ્લાનથી નડતરરૂપ નેતાઓને સાઈડલાઈન કરી દેશે...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાજપ હંમેશાં એડવાન્સ પ્લાનિંગમાં માને છે. ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી પહેલાંની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 20 સાંસદોની ટિકિટ કપાય તેવી સંભાવનાઓ વચ્ચે ભાજપ રાજ્યસભાના સાંસદ અને કેટલાક જૂના જોગીઓને પણ ટિકિટ આપી શકે છે.
આ લોકો થઈ શકે સાઈડલાઈનઃ
સૌથી વધારે ટિકિટ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી કપાય તેવી સંભાવના વચ્ચે ભાજપ આ ચૂંટણીમાં પ્રયોગો કરી શકે છે. રાજ્યના મોટા નેતાઓને ગુજરાત બહાર ક્લસ્ટરની જવાબદારી સોંપીને પણ સાઈડલાઈન કરી દેવાશે. ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય પાર્ટી બૂથ સ્તર પર છેલ્લી ત્રણ ચૂંટણીઓનું વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં 3-4 લોકસભા સીટોને જોડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમના માટે અલગથી ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવવામાં આવશે.
ભાજપનો નવો પ્લાનઃ
ભાજપે પ્લાન અમલમાં મૂકી દીધો છે. જે નેતાઓ ચૂંટણી લડવા માટે તલપાપડ હશે પણ પાર્ટી ટિકિટ આપવા નહીં માગતી હોય તો તેવા કન્વીનર બની જશે. એટલા માટે આ નિર્ણયોમાં સૌથી મોટી વાત એ છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે. પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી ક્લસ્ટર માઈગ્રેશન અંતર્ગત બેઠક યોજશે. લોકસભામાં તેમની મુલાકાત અને બેઠક માટે વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે. વિધાનસભામાં રહેવા માટે રાજ્યના નેતાઓ પર ફરજ લાદવામાં આવશે. લોકસભા ચૂંટણી કાર્યાલય 30 જાન્યુઆરી પહેલાં શરૂ થઈ જશે.
આ સિવાય સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મને મજબૂત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં 50 સ્થળોએ યુવા, મહિલા, એસસી, એસટી સંમેલનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ‘આ વખતે 400 પાર કરીશું’ એવું સૂત્ર આપ્યું છે. તમે એ પણ જાણો છો કે, ઇન્ડિયા ગ્રાન્ડ એલાયન્સ પણ નિયમિત બેઠકો યોજી રહ્યું છે. જોકે સીટ શેરિંગ અને પીએમ પદ માટેના ચહેરાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે