હવે આધાર કાર્ડ બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન

New Aadhaar Rules: આધાર કાર્ડ બનાવવાની નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ નવું આધાર ઇશ્યૂ થવામાં છ મહિના જેટલો એટલે કે 180 દિવસ લાગી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ આધાર કાર્દ માટે અરજી કરશે ત્યારબાદ યૂઆઇડીએઆઇ દ્વારા ડેટાની ચકાસણી કરવામાં આવશે. 

હવે આધાર કાર્ડ બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન

Aadhaar card Update: આધાર કાર્ડ (Aadhar Card) માટે દેશમાં નવી સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. જે રીતેપાસપોર્ટ વેરિફિકેશન થાય છે. જેમાં ઘણો સમય લાગે છે. આ જ તર્જ પર આધાર કાર્ડ વેરિફિકેશન (Aadhar card verification) માટે પણ લાંબો સમય રાહ જોવી પડી શકે છે. કારણ કે વેરિફિકેશન હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે મળશે પરમિશન? 
નવા વર્ષથી હવે આધાર કાર્દ માટે વેરિફિકેશન ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેને એસડીએમ સ્તરના અધિકારીઓ પાસેથી પરમિશન મળશે. ત્યારબાદ જ આધાર કાર્ય ઇશ્યૂ કરવામાં આવશે. હવે યૂઆઇડીએઆઇ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આ નવી પ્રક્રિયાને ઉત્તર પ્રદેશમાં લાગૂ કરવામાં આવી છે. 

કયા લોકોને  માટે લાગૂ થશે આ નવી પક્રિયા
આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ લાગૂ થશે. જો તમે આધાર કાર્ડમાં કોઇ અપડેટ કરાવવા માંગો છો તો પહેલાંવાળી પ્રક્રિયાનું જ પાલન કરવું પડશે. એટલે કે એકવાર આધાર કાર્ડ બની ગયા બાદ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહી. 

લાગી શકે છે છ મહિનાનો સમય
આધાર કાર્ડ બનાવવાની નવી પ્રણાલીના અમલ પછી, નવા આધારને જારી કરવામાં છ મહિના એટલે કે લગભગ 180 મહિનાનો સમય લાગી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ આધાર કાર્ડ માટે અરજી કરે છે, ત્યારે ડેટા UIDAI દ્વારા ચકાસવામાં આવશે.

આ પછી એપ્લિકેશન સર્વિસ પ્લસ પોર્ટલ પર મોકલવામાં આવશે. પોર્ટલ પર મળેલી અરજીઓની ચકાસણી SDM દ્વારા કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન દસ્તાવેજો અથવા માહિતી ખોટા અથવા શંકાસ્પદ જણાશે, તો અરજી નકારી કાઢવામાં આવશે.

કેવી રીતે થશે ભૌતિક વેરિફિકેશન
હવે ભૌતિક વેરિફિકેશન માટે વ્યક્તિએ ઘટનાસ્થળે હાજર રહેવું અનિવાર્ય છે. આ પ્રક્રિયાને લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં આધાર કાર્ડની છેતરપિંડી રોકવાનો છે. ઘણા લોકો હવે નકલી આધાર કાર્ડ બનાવીને અને સરળતાથી પોતાની ઓળખ છુપાવીને ગુના કરે છે. આથી સરકાર આધાર કાર્ડ જારી કરવાના નિયમોને કડક બનાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news