ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ, ગુજરાતમાં સરેરાશ 45.99 ટકા મતદાન
રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal Election 2021) નું મતદાન યોજાયું હતું. અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavnagar) માં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મતદાન દરમિયાન ક્યાંક ઇવીએમ મશીન ખોટવાયા હતા, તો ક્યાંક નાની મોટી અથડામણ સર્જાઇ હતી. એકદંરે 6 મહાનગરપાલિકા (Municipal Corporation) માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.
જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું હતું. આ ઉપરાંત યુવાનોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસરની નિગરાની હેઠળ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોને સીલ કરવામાં આવ્યા છે.
તમામ પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતા પણ મતદાન થયું નહોતું. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 44.99 ટકા મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે બુથ પર આવી ગયેલા લોકોને મોડે સુધી મતદાન કરવા દેવામાં આવ્યું હતું. જો કે તેમ છતા પણ મતદાન ખુબ જ નિરસ રહ્યું હતું. સૌથી વધારે જામનગર 53.38 અને સૌથી ઓછું અમદાવાદમાં 42.31 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં 49.46, રાજકોટમાં 50.72, વડોદરામાં 47.84 અને સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં 51.85 ટકા મતદાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે