નવા વર્ષે માત્ર દારૂ પીવો હોય તો ગુજરાત પાસે આ ઠેકાણે સો ટકા દારૂ મળશે, આ રહ્યાં નજીકના ડેસ્ટિનેશન

New Year 2024 : ગુજરાતમાં દારૂબંધી છે, પરંતું ગુજરાતની બોર્ડરથી બહાર નીકળશો તો તમને દારૂ મળી શકશે અને પીવા પણ મળશે... આ રહ્યાં ન્યૂ યર પાર્ટી સાથે દારૂ પીવાના નજીકના ડેસ્ટિનેશન

નવા વર્ષે માત્ર દારૂ પીવો હોય તો ગુજરાત પાસે આ ઠેકાણે સો ટકા દારૂ મળશે, આ રહ્યાં નજીકના ડેસ્ટિનેશન

Gujarat Liquor Ban : 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનો થનગની રહ્યાં છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે જાણીતા સ્થળો પર ફરવા જતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ નવા વર્ષની પાર્ટી માટે  ગોવા કે મુંબઈ જવાનું પસંદ કરે છે. પરંતુ આ ખર્ચો મોંઘો પડી જાય છે. તેમાં પણ તમારી ઈચ્છા નવા વર્ષે મન મૂકીને દારૂ પીવો છે. પરંતું પોલીસ નડે છે. ગુજરાતમાં તમે દારૂ પી શક્તા નથી. તેથી લોકોની નવા વર્ષે દારૂ પીવાની ઈચ્છા મનની મનમાં રહી જાય છે. હાલ ગુજરાતમાં ગલીએ ગલીએ નાકે-નાકે પોલીસ ગોઠવાઈ ગઈ છે. જો કોઈ દારૂ પીતો પકડાયો તો આવી બની. પરંતુ જો તમને દારૂ પીવો હોય તો ગુજરાતથી જ નજીકની જગ્યાઓ તમારા માટે કામની બની શકે છે. આ વિસ્તારો ગુજરાતમાં નથી આવ્યા, તેથી ત્યાં દારૂ પીવા માટે કોઈ નિયમો નથી. અહી તમે બિન્દાસ્ત દારૂ પી શકો છો. ગુજરાત પાસે આ જગ્યાઓએ દારૂ પીવાથી તમને ગુજરાત પોલીસ પણ નહિ ટોકે, અને તમારા પર દારુ પીવાનો કોઈ દંડ નહિ લાગે. 

અમે તમને એવી જગ્યાઓ બતાવીશું જ્યાં દારૂ મળશે અને પી પણ શકાશે. પરંતું આ જગ્યાઓ ગુજરાત નથી, ગુજરાતની બહાર છે. પરંતુ મહત્વની બાબત એ છે કે ત્યાં જઈને દારૂ પી શકાય છે. ગુજરાતના દરેક ઝોનના વિસ્તારના લોકો પોતાની નજીકના રાજ્યના બોર્ડરને પાર કરીને અથવા તો સંઘ પ્રદેશમાં જઈને નવા વર્ષે દારૂ પી શકશો. અહી તમને કોઈ દારૂ પીતા નહિ રોકી શકે. પરંતું ધ્યાન રાખો કે તમે અહીથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ નહિ શકો અથવા દારૂ લઈને ગુજરાતમાં નહિ આવી શકો. નહિ તો પોલીસ પકડશે. 

  • સૌરાષ્ટ્ર-કચ્છ માટે નજીકનું ડેસ્ટિનેશન દીવ 
  • દક્ષિણ ગુજરાતના લોકોને નજીકનું ડેસ્ટિનેશન દમણ અને દાદરાનગર હવેલી 

અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકો માટે આબુ
ગુજરાતની અમીરગઢ બોર્ડર પર કરતા જ 100 મીટરના અંતરે દારૂ પીવા માટે અનેક હોટલો અને બાર છે જેવા કે અતિથિ હોટલ & બાર, સન રિસોર્ટ & બાર, સિલ્વર કન્ટ્રી રિસોર્ટ એન્ડ બાર, ચંદ્રાવતી પેલેસ & બાર. આ સિવાય અનેક ઠેકાઓ અને હોટલો છે જ્યાં દારૂ પીવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે.

મધ્ય ગુજરાતના લોકો માટે 

  • મધ્ય પ્રદેશમાં પીટોલ(બોર્ડરથી 7 કિલોમીટર), કઠ્ઠીવાડા (ગુજરાતની બોર્ડરથી 7 થી 10 કિલોમીટર) 
  • રાજસ્થાન પાસે મોના ડુંગર (ઝાલોદ ચેકપોસ્ટથી 12 કિલોમીટર) 
  • મહીસાગરથી રતનપુર 

દીવ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
31 ફર્સ્ટને પ્રવાસન સ્થળ દીવમાં હોટેલો થઈ હાઉસ ફુલ તો 2023 ને બાય બાય કરવા અને 2024 ને આવકારવા દેશભરમાંથી પ્રવાસીઓ દીવ તરફ આવવા લાગ્યા. 31 ફર્સ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ફેમસ પ્રવાસન સ્થળ દીવમાં આજથી જ પ્રવાસીઓ આવવા લાગ્યા છે, કારણ કે દીવમાં 31 ફર્સ્ટની ઉજવણી ખાસ હોય છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ દીવમાં 31 ફર્સ્ટ ની ઉજવણી થશે. ગીર સોમનાથ ને અડીને આવેલું દીવ એટલે મીની ગોવા, જ્યાં 31 ફર્સ્ટ અને વેકેશનના સમયમાં સામાન્ય રીતે હોટેલો મળવી બહુ જ મુશ્કેલી બની જાય છે, ત્યારે આ વર્ષે પણ દીવની તમામ હોટેલો હાઉસ ફુલ બની છે. નજીકમાં ઉનામાં પણ તમામ હોટેલમાં બુકિંગ ફુલ થવા લાગ્યું છે, ત્યારે 31 ફર્સ્ટને અને શનિ-રવિની રજા હોવાથી આજથી પ્રવાસન સ્થળ દીવમાં પ્રવાસીઓ ઉમટી પડયા છે, અને હજુ પણ આવતી થતા પ્રવાસન સ્થળ દીવ પ્રવાસીઓ થી ઉભરાયા જશે.

દમણની હોટલ હાઉસફુલ
સંઘ પ્રદેશ દમણ માટે ક્રિસમસ અને ન્યુ યર ની રજાઓમાં અનોખો માહોલ જોવા મળે છે. આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો પરિવાર સાથે પહોંચ્યા છે. અને દમણ અત્યારથી જ ધમધમતું થઈ ગયું છે. આથી હોટેલ ઉદ્યોગમાં પણ ઉત્સાહનો માહોલ છે. 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની ઉજવણી માટે ખાવા પીવાના શોખીનોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મલે છે. લોકો નવા વર્ષને વધાવવા ફરવા ફરવાના સ્થળ પર જતા હોય છે. જોકે આ વખતે દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. દમણમાં અત્યારથી જ પર્યટકોની ભીડ જામી રહી છે. દમણ પોતાના કુદરતી નઝારા માંટે જાણીતું છે. અહી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને જે લોકોને દરિયા કિનારો આકર્ષે છે તે લોકો માટે દમણ સ્વર્ગ સમાન છે. અહીંના કિલ્લા, જેટી અને સંઘ પ્રદેશન દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નજારો અહીંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

દમણ ગોવા કરતા સાવ સસ્તું
દમણમાં હોટેલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે. જેમાં આખું વર્ષ દેશભરમાંથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે. જોકે દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે સૌથી લાભદાયી પુરવાર થાય છે. આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષને માણવા દમણ આવતા પ્રવાસીઓને આવકારવા દમણ હોટેલ ઉદ્યોગ પણ થનગની રહ્યો છે. દમણની દરેક હોટેલોમાં નવા વર્ષેની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી હોટેલ પ્રવાસીઓને આવકારવા આતુર છે. આ વખતે દમણની હોટેલોમાં પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ રાખ્યા છે. થર્ટી ફસ્ટની રાત્રે ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું પણ આયોજન થયું છે. તમામ હોટલોમાં એડવાન્સ બુકિંગ હાઉસફૂલ થઈ ગયા છે. આથી દમણનો હોટેલ ઉદ્યોગ પણ અત્યારે ઉત્સાહમાં છે.

નવા વર્ષ અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે માટે ગોવા પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં થયેલા વિકાસ અને દરિયા કિનારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ નમો પથ અને સીફેસ રોડ પર્યટકોને આકર્ષી રહ્યું છે. અને ઓછા બજેટમાં ગોવા જેવી મસ્તી માણવા હવે પર્યટકો દમણની મુલાકાત લે છે. ત્યારે સંઘ પ્રદેશ દમણનો હોટલ ઉદ્યોગ પ્રવાસીઓને આકર્ષવા થનગની ગયું છે. વર્ષના છેલ્લાં દિવસને સંગીત અને મસ્તીથી અલવિદા કહેવા અને નવા વર્ષને ઉજવણીથી આવકારવા પ્રવાસીઓ પણ થનગની રહ્યાં છે.

દાદરાનગર હવેલીની પણ આ વખતે ડિમાન્ડ
31 ડિસેમ્બરની ઘડીઓ વાગી રહી છે આથી 31 ડિસેમ્બર ની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં રાત દિવસ 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ, દાદર નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં જઈ અને ખાવા પીવાની પાર્ટી માણી અને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. આથી અનેક વખત અકસ્માતો સર્જાય છે. સાથે જ આ દિવસો દરમિયાન દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો પણ અવનવા તરકીબ અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે. આથી 31મી ડિસેમ્બર દરમ્યાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાની હદ પર પોલીસ એલર્ટ પર મોડ પર જોવા મળે છે. જિલ્લામાં દારૂની છૂટ ધરાવતા બંને પ્રદેશો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગો પર કુલ 18 કાયમી ચેકપોસ્ટો છે. જ્યાં આખું વર્ષ પોલીસ ટીમો તૈનાત રહે છે. જોકે થર્ટી ફર્સ્ટ ને લઈ પોલીસ વધુ કડક કાર્યવાહી કરે છે અને અંતરીયાલ વિસ્તારોમાં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસનું આવી જ રીતે ચેકપોસ્ટો પર ચેકિંગ કરવામાં આવે છે.

આ વખતે 31 ડિસેમ્બરને લઈ 20 જેટલી હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. આમ થર્ટી ફર્સ્ટ નિમિત્તે વલસાડ જિલ્લાના કાયમી અને હંગામી મળી કુલ 35 થી વધુ ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટીના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટના દિવસે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળી 2000થી વધુ શોખીનો નશાની હાલતમાં ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 38 ચેકપોસ્ટો પર રાત દિવસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આથી જો આપ પણ ખાવા પીવાની પાર્ટી માટે દમણ દાદરા નગર હવેલી કે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા હોય અને જો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશશો તો આવા શોખીનોની આ વખતે ખેર નથી. વલસાડ જિલ્લા પોલીસ તે બોર્ડર પર જ કાયદાનોપાઠ ભણાવવા તૈનાત છે. 

(Disclaimer : આ માત્ર માહિતી છે, અમે આ આર્ટિકલ થકી કોઈ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ નથી કરી રહ્યાં)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news