ગુજરાતમાં 'મેઘ તાંડવ'વાળું નાઉકાસ્ટ! આવનાર 3 કલાકમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે!

હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થતાં કલાકો મુજબ સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ રડશે તેની આગાહી કરાઈ છે. 

ગુજરાતમાં 'મેઘ તાંડવ'વાળું નાઉકાસ્ટ! આવનાર 3 કલાકમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે!

Gujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થતાં કલાકો મુજબ સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ રડશે તેની આગાહી કરાઈ છે. 

બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે. તો બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદી માહોલ જામે તેવી આગાહી છે. કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જામનગર, પોરબંદર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત , તાપી, ડાંગ,નવસારી અને વલસાડમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આગામી 48 કલાક અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે 27 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો તમે પણ જાણો 31 ઓગસ્ટ સુધી શું છે હવામાન વિભાગની આગાહી અને કયારે કયા જિલ્લામાં વરસાદ પડશે. 

ગુજરાત પર આ વખતે આકાશમાંથી જે આફત આવી છે તે ભયાનક છે. જો આગાહીકારોની આગાહી અને મેપમાં દર્શાવ્યા પ્રમાણે વરસાદ પડશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વિનાશ વેરીને જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્યમંત્રીએ  જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.

કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે 27 ઓગસ્ટના રોજ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

27 ઓગસ્ટે ગુજરાતમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news