ગુજરાતના મંત્રીઓને PA અને PS સાથે નથી ફાવતું, મામલો છેક સીએમ સુધી પહોંચ્યો

State Government: રાજ્ય સરકાર દ્વારા 8 કેબિનેટ મંત્રી, 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ માટે પી.એસ.,પી.એસ.નિમવાની કામગીરી પુરી કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓને પી.એ., પી.એસ.એ.પી.એસ. એમ એ.પી.એસ એટલે કે અધિક અંગત સચિવની સુવિધા પણ આપવામાં આ‌વી છે.

ગુજરાતના મંત્રીઓને PA અને PS સાથે નથી ફાવતું, મામલો છેક સીએમ સુધી પહોંચ્યો

Gujarat Government: ગુજરાતમાં 16 મંત્રીઓને ઓફિસો બાદ સરકારી બંગ્લા અને હવે પીએ અને પીએસની ફાળવણી થઈ ગઈ છે આમ છતાં કેટલાક મંત્રીઓ આ મામલે હજુ પણ નારાજ છે. નેતાઓની અપેક્ષાઓ છે કે તેમને અનુકૂળ હોય અને તેમની બાબતોની ગુપ્તતા જળવાય એવા કર્મચારીઓ પીએ અને પીએસ તરીકે ફાળવાય એટલે તેઓ મનપસંદ પીએ અને પીએસની માગણી કરી રહ્યાં છે પણ સરકાર આ બાબત કેટલી સ્વીકારે છે એ તો આગામી સમય જ બતાવશે પણ આ મામલે મંત્રીઓએ છેક સીએમ સુધી રજૂઆતો કરી છે. 

મંત્રીઓ આ મામલે બાંધ છોડ કરવા માગતા ન હોવાથી મનગમતા અધિકારીઓ માટે ધમપછાડા કરી રહ્યાં છે. હવે જેમની નિમણુંક થઈ ગઈ છે એ પણ ચિંતામાં છે કે કામગીરી શરૂ કરવી કે નહીં. કારણ કે માંડ પાવ્યા બાદ મંત્રીને ન ફાવે તો તેમની બદલી થઈ શકે છે. આમ મનગમતા પીએ અને પીએસ માટે હવે લોંબિગ થાય તો પણ નવાઈ નહીં...

આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

રાજ્ય સરકાર દ્વારા 8 કેબિનેટ મંત્રી, 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ માટે પી.એસ.,પી.એસ.નિમવાની કામગીરી પુરી કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓને પી.એ., પી.એસ.એ.પી.એસ. એમ એ.પી.એસ એટલે કે અધિક અંગત સચિવની સુવિધા પણ આપવામાં આ‌વી છે. આવી સુવિધા રાજ્ય કક્ષાના મંત્રીઓને આપવામાં આવી નથી. રાજ્ય કક્ષાના મંત્રીઓને માત્ર પી.એ.અને પી.એસ.ની ફાળવણી થઇ છે, એ.પી.એસ.ફાળવવામાં આવ્યા નથી. એમાં તો સરકારે નિયમો આધારે કામગીરી કરી છે પણ નેતાઓ પાસે હંમેશાં એપીએસ તો હોય છે મંત્રીઓને ચિંતા ન મળ્યા નથી પણ અધિકારીઓ પર ભરોસો કેટલો કરવો એની પર છે. કારણ કે સરકારમાં ઘણા કામો થતા હોય છે. એમાં ગુપ્તતા જાળવવી પણ અતિ અગત્યની છે. આ બાબત કેટલી જળવાશે એ પણ અતિ અગત્યની છે. 

મંત્રીઓના પી.એ, પી.એસ. અને એ.પી.એસ તરીકે નિમણૂક મેળવવા કેટલાક કર્મચારીઓ લોબિંગ કરતા હોય છે, તો કેટલાક કર્મચારીઓને મંત્રીઓ પોતે જ તેમની પી.એ, પી.એસ. તરીકે ઇચ્છતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બીજી ઇનિંગમાં અગાઉના ઘણા મંત્રીઓ રીપિટ થયા છે. એમને એમ છેકે એમને જૂના કર્મચારીઓ જ ફાળવાય કારણ કે એમની સાથે તેઓ સેટ થયા છે. આથી તેઓ તેમની પુન:નિયુકિત ઇચ્છતા હોય છે. જે મંત્રીઓ આવી ઇચ્છા ધરાવતા હોય તેમણે પી.એ.,પી.એસ. તેમની પસંદગીના મુકવાની ઇચ્છા વ્યકત કરી હતી. 

આમ છતા કેટલાક કિસ્સામાં મંત્રીઓ ઇચ્છે તેવી વ્યકિતની પી.એ., પી.એસ. તરીકે નિયુકિત થઇ નથી. હવે આ વિવાદ વધુ વકરતાં મામલો સીએમ સુધી પહોંચ્યો છે. આ મામલે આગળ કેવી કાર્યવાહી થશે એ તો સમય જ બતાવશે પણ મંત્રીઓ આ નારાજગી જાહેરમાં દેખાડી રહ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news