Weather update: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે.
Trending Photos
Gujarat Weather 2023: નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ બાદ ફરી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 13.4 ડિગ્રી, ભૂજમાં 12 અને ડીસામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે. ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. જે બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી.
આ પણ વાંચો:
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. એક જ રાત્રીમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઘટી જતા કડકતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. ઉત્તર ભારતમાં હીમવર્ષા થઇ હોવાથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે.
આ પણ વાંચો:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે