તૈયારીઓ શરૂ! ગુજરાતમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે કોરોના કેસ, આજનો આંકડો જાણી લાગશે 'ડર'
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 142 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 18,સુરતમાં 17, રાજકોટ શહેરમાં 15, વડોદરા શહેરમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, અમરેલીમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત, મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાયા હતા.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1179 પહોંચ્યો હતો. જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 142 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 18,સુરતમાં 17, રાજકોટ શહેરમાં 15, વડોદરા શહેરમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, અમરેલીમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત, મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય સુરત ગ્રામ્યમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કુલ છ નવા કેસ, બનાસકાંઠા, કચ્છ અને નવસારીમાં 2-2 નવા કેસ નોંધાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે