ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, જાણો ક્યાં પહોંચ્યું? આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યું છે. હવામાન વિભાગના મતે તબક્કાવાર ધીમે ધીમે ચોમાસુ ગુજરાતને કવર કરશે. ત્યારે આગામી 5 રાજ્યમાં વરસાદ રહેશે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે રવિવારે રાજ્યભરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસું પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યું છે. હવામાન વિભાગના મતે તબક્કાવાર ધીમે ધીમે ચોમાસુ ગુજરાતને કવર કરશે. ત્યારે આગામી 5 રાજ્યમાં વરસાદ રહેશે.
આગામી 24 કલાક થન્ડરસ્ટોર્મ અસરને કારણે છૂટો છવાયો વરસાદ રહેશે અને આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. અત્યાર સુધી આવેલો વરસાદ પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ હતો. રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહિ.
બીજી બાજુ અમદાવાદમાં હજી પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30 થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે, સાથે વીજળીના કડાકા પણ સંભળાશે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી
નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે. 17 જૂને પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે