ગુજરાતમાં ઈંડા-નોનવેજનો મુદ્દો જબરદસ્ત ગરમાયો, આ કોમેન્ટ્સ તમને વિચારવા કરી દેશે મજબૂર
રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ એક પછી એક પાલિકાઓ ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેથી આ મુદ્દો પેચીદો બનતો જઈ રહ્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/બ્યુરો: રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો જબરદસ્ત ગરમાયો છે. આજકાલ લોકોના મોઢે નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સોશિયલ મીડિયા પર ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં લોકોના અલગ અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે. અમુક લોકોએ તો રીતસર કવિતા રચીને સરકારને સવાલો પૂછ્યા છે. આ મુદ્દે અમુક લોકોએ પાલિકાના પક્ષમાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યારે અમુક લોકો કહી રહ્યા છે કે હવે અમારે શું ખાવું અને શું પીવું તે પણ સરકાર નક્કી કરશે? તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક રમૂજી કોમેન્ટો જોવા મળી રહી છે. લોકો અલગ અલગ મીમ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે લોકોની કોમેન્ટ નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં પર વિચારવા મજબૂર કરી દે તેવો છે.
રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ એક પછી એક પાલિકાઓ ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેથી આ મુદ્દો પેચીદો બનતો જઈ રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા અંગે લોકોએ સોશિયલ મીડિયા પર આપેલી પ્રતિક્રિયા..
સનદ રહે.... ખાલી જાહેર રોડ પર ઈંડા-નોનવેજ વેચવાની મનાઈ કરી છે,
વાડીયુ માં બનાવવાની ના નથી પાડી... બસ ફોતરા ખાલી બીજાની વાડીએ નો નાખતા ...!!! 🤪🤪
— Rajesh umaretiya (@Rajeshumaretiy3) November 13, 2021
@Bhupendrapbjp
દારૂ બાંધી કરવો... નોનવેજ બાંધી નહિ
ભષ્ટાચાર બંધ કરવો ..... ઈંડા બંધ નહિ
ગરીબો ને ખાવાનું આપો.. ભાષણો નહિ
પાણી ની સુવિધા આપો... કાગળ પર લખાણ નહિ.
ગરીબો ની મદદ કરો...... અતયાચાર નહિ..
પેટ્રોલ ડીઝલ ના ભાવ ઉતારો.... મોંઘવારી નહી
એક ઇન્સાન હૈ. જો વો ગરીબ હૈ.
— Fahim Sherasiya (@fahim_sherasiya) November 14, 2021
મને ઘણી વાર એવો વિચાર આવે કે અમે તો ઈંડા, નોનવેજ ઘરે બનાવી ખાઇ લેશું પણ ઘરથી ખાનગી ખાનારા બિચારા શું કરશે😂
— Samir Khan (@Samir_khan1431) November 14, 2021
દારૂ તો બુટલેગરો પાસેથી મંગાવતા હતા.
🤔🤔🤔🤔
હવે ઈંડા અને નોનવેજ પણ મંગાવુ પડશે.
એમા શું..
— Rajesh umaretiya (@Rajeshumaretiy3) November 11, 2021
ઈંડા અને નોનવેજ સમાજ માટે દુષણ છે એ આજે ખબર પડી!
આ રીતે ગુજરાત સિવાય બધા રાજ્યો પુરેપુરા દૂષિત છે.
— ANKIT 🇮🇳 (@Er_ASP) November 13, 2021
ઈંડા અને નોનવેજ ની લારીઓ ગામની બહાર ઊભી રાખવાથી પોલીસ ને સરળતા રહેશે..
જથ્થાબંધ દારૂડિયાઓ એક જ જગ્યાએ થી પકડી શકાશે.
😆😆😇
— જ્ઞાની (@tiger_hearts) November 15, 2021
જાહેર માં ઈંડા અને નોનવેજ બંધ કરાવો સાથે
ખૂણે ખચકે દારૂ વેચાય સે એ પણ બંધ કરાવો
ગુજરાતમાં એ સાવ પ્રતિબંધિત સે.@Bhupendrapbjp 🤲🤲🤲
— Êlôñ (@jack__pathan) November 15, 2021
લોકોનું ધ્યાન મૂળ મુદ્દા ઉપરથી હટાવી, નવા નવા તાયફાવો બજાર માં મૂકે છે.
આજે ઈંડા અને નોનવેજ રાજ્યની પ્રાથમિકતા છે?
— Jaideep Trivedi (@jbtrivedi001) November 14, 2021
બીજી બાજુ નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા અંગે ગુજરાતમાં રાજનીતિ પણ જોવા મળી રહી છે. અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે. નાગરિકે શું ખાવું શું નહી તેનો નિર્ણય પણ સરકાર કઇ રીતે કરી શકે? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ નિર્ણયને લાગુ પણ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નોનવેજ અને ઇંડા અંગે સ્પષ્ટતા કરતા સોમવારે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે. જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતિ ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે