કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએ

Harsh Sanghvi On Love Jihad : વડોદરામાં એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે
 

કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએ

Vadodara News : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર મોટું નિવેદન આપ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન સંઘવીએ કહ્યું કે, કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડવામાં આવે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહીં આવે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાની જવાબદારી આપણી છે. માતા-પિતા દીકરીઓને સમજ આપે, જેથી આવા બનાવ ન બને.

લહજેહાદના સતત વધી રહેલા કિસ્સાઓને પગલે હર્ષ સંઘવી આકરા પાણીએ જોવા મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએસંબોધનમાં લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, વડોદરા શહેરમાં સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો. પ્રેમના પવિત્ર સબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહિ.

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર 45 દિવસમાં કચ્છ પોલીસે 6 લવ જેહાદના કેસ પકડ્યા છે. જેમાંથી 4 કિશોરીઓ સગીર હતી. આવી બાળકીઓ જોડે જે ષડયંત્ર કરવામાં આવ્યું તેમાં પોલીસ કોઈક ને બિહાર કે કોઈક ને રાજસ્થાનથી લઈ આવી. દીકરીઓને તેમના પરિવારને સોંપવામાં આવી. 

તેમણે કહ્યું કે, જનસેવા કાર્યલય રાજનીતિ માટે નહિ પણ જનતાની સેવા માટે બની રહે તેવી હું આશા રાખું છું. એક અઠવાડિયામાં વડોદરાના નાગરિકોને ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી ભેટ આપશે. વડોદરાના હજારો નાગરિકોને વ્યાજના વિષ ચક્રમાંથી પોલીસે બહાર કાઢ્યા છે. વ્યાજખોરની ઘટનાને લઈ પોલીસ સ્ટેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરો. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ડ્રગ્સ વિરોધી અભિયાન પર વાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસે ગુજરાતના નાગરિકો સાથે મળી અભિયાન ચલાવ્યું. અત્યાર સુધીનું સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે જંગ લડી રહી છે. જેને રાજનીતિ કરવી હોય તે કરી શકે છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સ મુક્ત કરવામાં આવશે. ગુજરાતમાં આજતકના ઇતિહાસમાં સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news