દીકરીઓના માતાપિતાને ગૃહરાજ્ય મંત્રીની મોટી સલાહ : કીટી પાર્ટીમાં બેસીને દીકરીઓની ચર્ચા કરવાનું બંધ કરો

Harsh Sanghvi On Cyber Bullying : ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, મારી વાલીઓને વિનંતી છે કે, તમે સોસાયટીના ડરથી આજુબાજુ વાળા શું કહે છે એ છોડી દો. નાની મોટી કોઈ પણ ઘટના બને તો પોલીસની મદદ લો
 

દીકરીઓના માતાપિતાને ગૃહરાજ્ય મંત્રીની મોટી સલાહ : કીટી પાર્ટીમાં બેસીને દીકરીઓની ચર્ચા કરવાનું બંધ કરો

rime against women : તાજેતરમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજને છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જેમાં હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી, સાથે જ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાં ન ફસાવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે ન્યૂડ કોલ્સ, દીકરીઓ સાથે છેડતી વિષય પર પણ ખૂલીને વાત કરી. 

દીકરીઓની ઘટના છુપાવો નહિ 
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, મારી વાલીઓને વિનંતી છે કે, તમે સોસાયટીના ડરથી આજુબાજુ વાળા શું કહે છે એ છોડી દો. નાની મોટી કોઈ પણ ઘટના બને તો પોલીસની મદદ લો. દીકરીની મજાક ઉડાવનારને સજા આપવાને બદલે એ દીકરીની ચર્ચા જ્યારે સોસાયટીમાં સાંજે કરીએ છીએ તેને કારણે સોસાયટીમાં મહિલાઓ પર થતા આવા બનાવોને આપણે રોકી શકતા નથી. પરિવારવાળા આવી ઘટનાઓે છુપાવી રહ્યા છે. આને છુપાવવાની જરૂર નથી. દીકરીઓ સાથે આવી નાની મોટી કોઈ પણ ઘટના બની હોય તો તેને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો. જેથી અમે તેને રોકવામાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. તમે એટલા સમય સુધી રાહ ન જુઓ કે ઘટના અને વિષય હાથમાંથી બહાર જતો રહે. પછી તમે પોલીસ સ્ટેશન પહોંચો છો તો તેનો કોઈ મતલબ નથી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2023

 

સાયબર બુલિંગથી ડરવાની જરૂર નથી
હર્ષ સંઘવીએ ફેક ન્યૂડ કોલ વિશે જણાવ્યું હતું કે તમારા પર કોઈ ફેક ન્યૂડ કોલ આવે તો શું કામ ડરવું જોઈએ? શા માટે આપણે આત્મહત્યા સુધી પહોંચવાની શું જરૂર છે. આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવુ જોઈએ, હર્ષ સંઘવીએ કહ્યું શું કામ સ્યુસાઇડ કરવું જોઈએ? એવું કંઈ થાય તો તમે પોલીસને જાણ કરો. તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરો. સંપૂર્ણ મદદ તમે સૌને મળશે તેની મારી ખાતરી છે. સાયબર બુલિંગથી ડરવાની જરૂર નથી. કોઈ છોકરાને તેના માતાપિતા સંસ્કાર આપવાનું ચૂકી ગયા છે, તો કોઈ છોકરીએ તેનાથી ડરવાની જરૂર નથી. તમારી ઉપર કોઈ અનવોન્ટેડ મેસેજ અને અનવોન્ટેડ સ્ટ્રેસ આપતુ હોય તો તેની માહિતી પોલીસને આપો. 

સમાજનો બદલો, સિસ્ટમને વખોડવાથી કંઈ નહિ થાય 
મારી સૌ માતાપિતાને વિનંતી છે કે, કેન્ટીન, ઘર, એપાર્ટમેન્ટની નીચે, કીટી પાર્ટીમાં બેસીને ભેગા થઈને પીડિત દીકરીની ચર્ચા કરવાનું બંધ કરો, સમાજમાં તમે બદલાવ લાવશો તો જ બીજી દીકરીઓ સાથે બનાવ બનશે તો સામે આવશે અને તેનાથી જ આપણે સમાજમાં બદલાવ લાવી શકીશું. મારી વિનંતી છે તમે મહિલાઓના ગેધરીંગ, કીટી પાર્ટીમાં આ પ્રકારની સારી ચર્ચા કરો. અને કોઈ આવી ચર્ચાની શરૂઆત કરે તો તેનું મોઢું બંધ કરાવવાની જવાબદારી તમારી છે. સમાજમાં બદલાવ લાવવો હશે તો સિસ્ટમને ક્રિટીસાઈઝ કરવાથી બદલાવ નહિ આવે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news