નરેન્દ્ર મોદીની સંઘના પાયાના કાર્યકર્તાથી PM સુધીની સફર, જેમાં વકીલસાહેબને કેવી રીતે ભૂલાય...

Gujarat History : આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય નહોતા થયા. તેઓ સંઘ તરફથી જે કામ સોંપાતું તે કામ કરતા અને RSS માટે એક પાયાના કાર્યકર બની રહ્યા હતા. વકીલસાહેબે તેમને ઔપચારીક રીતે સંઘના પ્રચારક બનાવી દીધા હતા

નરેન્દ્ર મોદીની સંઘના પાયાના કાર્યકર્તાથી PM સુધીની સફર, જેમાં વકીલસાહેબને કેવી રીતે ભૂલાય...

ચિંતન ભોગાયતા/અમદાવાદ :નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી પ્રધાનમંત્રી બન્યા આ બધું તો આપણે જાણીએ છીએ. તેમનો કાર્યકાળ કેવો રહ્યો એ પણ આપણને ખબર છે, પણ નરેન્દ્ર મોદી જ્યારે કોઈ પદ પર નહોતા, માત્ર RSS સાથે સંકળાયેલા હતા ત્યારે કેવા હતા, તેના માટે તેમના ઈતિહાસમાં એક ડોકિયુ કરીએ. 

આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય નહોતા થયા. તેઓ સંઘ તરફથી જે કામ સોંપાતું તે કામ કરતા અને RSS માટે એક પાયાના કાર્યકર બની રહ્યા હતા. વકીલસાહેબે તેમને ઔપચારીક રીતે સંઘના પ્રચારક બનાવી દીધા હતા. 

એ જ સમયે એટલે કે વર્ષ 1973-1974માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. એ સમયે તો તમામ મોટા નેતાઓના ગુજરાતમાં ધામા હતા. નવનિર્માણના નેતાઓ સાથે તેમને મળવાનું થતું અને વિચારવિમર્શ થતું. નવનિર્માણ આંદોલનમાં યુવા પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી જોડાયા હતા. એ સમયગાળામાં જ નરેન્દ્ર મોદી જયપ્રકાશ નારાયણના સંપર્કમાં આવ્યા. વિદ્યાર્થીઓનું નવનિર્માણ આંદોલન સફળ રહ્યું અને ચિમનભાઈ પટેલની સરકાર માત્ર 6 મહિનામાં પડી ગઈ. 

એ સમયને યાદ કરતા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા કહે છ કે, નરેન્દ્ર મોદીએ કટોકટી કાળમાં પણ પક્ષ માટે જે કામગીરી કરી એ જ કારણ છે કે તેઓ આટલા કસાયેલા નેતા તરીકેને ઉભરીને આવ્યા. નરેન્દ્ર મોદીની એ સમયે ઉમર હતી માત્ર 25 વર્ષ. પરંતુ કટોકટી સામે લડવામાં એમની જે ભૂમિકા ધારદાર હતી. 

ત્યાર પછી પણ સમયાંતરે સંઘ નરેન્દ્ર મોદીને જે પણ જવાબદારી સોંપતું ગયું, નરેન્દ્ર મોદી તેમાં હંમેશા પારંગત નિવડ્યા. તેમની સંગઠન શક્તિના આખા દેશમાં વખાણ થવા લાગ્યા. અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપની જીતનો પાયો નાખનારા નરેન્દ્ર મોદી 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી અને 2014 માં દેશના પ્રધાનમંત્રી બન્યા. તેની પાછળનું સૌથી મોટું કારણ છે લોકો સાથેનો તેમનો અતૂટ નાતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news