ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ 0% પરિણામ

GSEB 10th Result : ગુજરાત સરકારના શિક્ષણના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે... ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે... બોર્ડમાં શૂન્ય પરિણામ આવ્યું હોય તેવી શાળાઓનો આંકડો 157 પર પહોંચ્યો 

ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ 0% પરિણામ

SSC Results : ગઈકાલે ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવ્યું. રાજ્યભરમાં ધોરણ 10 નું પરિણામ 64.62 ટરા રહ્યું છે. આ પરિણામને સરકારને ગંભીરતાથી લેવાની જરૂર છે. એક તરફ કોરોનાને કારણે અનેક વિદ્યાર્થીઓ ભણવામાં પાછળ રહી ગયા છે, તેમનો પાયો કાચો રહી ગયો છે. ત્યારે સરકારે પરિણામ પર ચિંતા કરવાની જરૂર એટલા માટે છે કે, શૂન્ય પરિણામ આવ્યુ હોય તેવી સ્કૂલોની સંખ્યા 121 થી વધીને 157 થઈ છે. 

આ આંકડો ચોંકાવનારો છે. એક તરફ, ધોરણ-10નું પરિણામ ઘટ્યુ છે. તો બીજી તરફ ગુજરાતમાં ઝીરો ટકા પરિણામ લાવનારી શાળાનો આંકડો વધ્યો છે. ઝીરો ટકા પરિણામ લાવતી શાળાની સંખ્યા 121 થી વધને 157 પર પહોંચી ગઈ છે. એટલે કે તેની ટકાવારી 30 ટકા વધી છે. એક જ વર્ષમાં 46 સ્કૂલો આ યાદીમાં વધી છે, જેમનુ પરિણામ ઝીરો ટકા આવ્યું છે. 

ધોરણ 10 નું 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો 1007 થી વધીને 1084 થઈ ગઈ છે. આમ, આ સ્કૂલોની સંખ્યા પણ 77 વધી છે. તો બીજી તરફ, 100 ટકા પરિણામ લાવતી શાળાઓની ટકાવારી ઘટી છે. આવી સ્કૂલો 294 હતી, જે એક જ વર્ષમાં ઘટીને 272 થઈ છે. જે કહી શકાય કે સારુ પરિણામ લાવતી શાળાના હાલ પણ બેહાલ બની રહ્યાં છે. એટલે કે એક જ વર્ષમાં આવી 22 શાળા ઘટી છે, જેનુ પરિણામ નીચે ગયુ છે. 

કયા જિલ્લામં ઝીરો ટકા પરિણામ લાવતી શાળા છે 

  • દાહોદમાં સૌથી વધુ - 22 શાળા (ગત વર્ષ કરતા 12 વધી)
  • 30 ટકાથી ઓછું પરિણામ લાવતી સૌથી વધુ શાળા દાહોદમાં - 155 (જે વધીને 85 થઈ)
  • અમદાવાદમાં ઝીરો ટકાવાળી સ્કૂલો 5 થી વધીને 8 થઈ
  • અમદાવાદ ગ્રામ્યમાં ઘટીને 3 થઈ

હકીકત તો એ છે કે, સરકારના શિક્ષણના દાવા પોકળ સાબિત થઈ રહી છે. એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના બણગા ફૂંકી રહ્યું છે, પરંતુ બીજી તરફ વિદ્યાર્થીઓનો પાયો જ કાચો રહી ગયો છે. પરિણામ સતત નિરાશાજનક રીતે ઘટી રહ્યું છે. બીજી તરફ, પાયો કાચો રહી જતા ગુજરાતી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પાછળ રહી ગયા છે. શાળાઓનું પરિણામ ઓછું લાવવામાં કોરોનાએ મોટો રોલ ભજવ્યો છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના 2 વર્ષ બગડ્યા છે. જેની હજી ભરપાઈ થઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news