અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી
Trending Photos
અમદાવાદ: શહેરમાં ચારથી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPC ની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂધ અને અરાજકતાની સ્થિતી પેદા થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે. તેમજ રાજ્ય સરકારે 2002નાં રમખાણો, પાટીદાર અનામત આંદોલન, NRC અને CAA વિરોધમાં નિકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોનાં કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે.
આ અગાઉ IIM-A ના ફેકલ્ટી મેમ્બરે અને અન્ય ચાર લોકોએ પોલીસ કમિશ્નરનાં કલમ 144 ને પડકારતી જાહેરહીતની અરજી કરી હતી. જે અંગે હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારને જવાબ રજુ કરવા માટે જણાવ્યું હતું. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2016થી અત્યાર સુધી 144ની કલમ સતત લાગુ કરવામાં આવી હતી. જે રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાની ચાડી ખાય છે. ઉપરાંત આ કલમ 144નો દુરૂપયોગ પણ છે. આ કલમથી સતત સંદેશ જાય છે કે, શહેરમાં સતત ભયનું વાતાવરણ રહે તેવો મેસેજ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, IIM-A ના ફેકલ્ટી તથા અન્ય ચારેય પિટિશન અંગે રજુઆત કરી હતી. જો કે સરકાર દ્વારા આ અંગે પ્રદર્શન અને હાલની સ્થિતી અનુરૂપ કલમ 144 સ્થિતી અનુરૂપ હોવાની રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે તે જરૂરી હોવાની વાત કરી હતી. સોગંદનામાં સરકારે જણાવ્યું કે, આ કલમનો ક્યારેય આ કલમનો દુરૂપયોગ નહી થયાનું પણ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે