જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ૨% મોંઘવારી ભથ્થાની ભેટ

રાજ્યના આઠ લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને મળશે લાભ, સરકારને વાર્ષિક રૂ.680 કરોડનો બોજો : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ૨% મોંઘવારી ભથ્થાની ભેટ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને 2% મોંઘવારી ભથ્થાની ભેટ આપી છે. સરકારે સપ્ટમ્બર, 2018ના પગારની સાથે જ મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય લીધો છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજો પડશે. 

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યા છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. 
    
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news