બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફરકાવ્યો તિરંગો
Republic Day Celebration : બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની થઈ ઉજવણી... રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત...
Trending Photos
Republic Day 2023 : આજે બોટાદ ખાતે રાજયકક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ છે. બોટાદના ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ બાદ રાજયપાલ તેમજ મુખ્યમંત્રી ભવ્ય પરેડનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાશે.
દેશની આન બાન અને શાન સમા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ. ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સાથે રાજ્ય સરકારના મંત્રીઓએ અલગ અલગ શહેરમાં ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજરી આપી હતી. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. તો વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. સુરતમાં નાણામંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું. તો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. શહેર પોલીસના જવાનોએ પરેડ કરી હતી.
આ પણ વાંચો :
આજે દેશમાં 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર આ ભવ્ય સમારંભ યોજાશે. આ પહેલા કર્તવ્ય પથની દર્શક ગેલેરીમાં પુષ્પવર્ષા કરાશે. રાષ્ટ્રપતિ દ્રોમદી મુર્મુના નેતૃત્વમાં યોજાનાર કાર્યક્રમમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેબ ફતહ અલ સીસી મુખ્ય મહેમાન બનીને આવશે. આજે ગણતંત્ર દિવસની ખાસ પરેડ યોજાશે. જેમાં દેશની સૈન્ય શક્તિનું કર્તવ્ય પથ પર પ્રદર્શન કરાશે. સાંસ્કૃતિક વિવિધતા, આત્મનિર્ભરતાના ટેબ્લો રજૂ કરાશે. પહેલી વખત 6 અગ્નિવીર પરેડમાં સામેલ થશે.
ભારત-પાકિસ્તાન બોર્ડરના નડાબેટ ખાતે BSF અને ટુરિઝમ વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ. અટારી-વાઘા બોર્ડર જેવી ભવ્ય પરેડનું સીમા દર્શન સ્થળ- નડાબેટ ખાતે BSF દ્વારા આયોજન કરાયું છે. અહીં ધ્વજવંદન, રન ફોર યુનિટી, ડોગ શો, ઊંટ ટુકડીના કરતબ, બીટીંગ રીટ્રીટ પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ રહેશે. રવિ ગાંધી, મહાનિરીક્ષક BSF ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત, ગાંધીનગરની અધ્યક્ષતામાં ભવ્ય પરેડ યોજાશે. આ ઉપરાંત લોકોના આકર્ષણ અને મનોરંજન માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જે અંતર્ગત રન ફોર યુનિટી મેરેથોન, ધ્વજવંદન, થાર કાર રેલીને ફ્લેગ ઓફ, સાંસ્કૃતિક/ દેશભક્તિના કાર્યક્રમો તેમજ બીટીંગ રીટ્રીટ પરેડનું ઉદઘાટન ખાસ છે. જેમાં ઊંટ ટુકડી દ્વારા કાર્યક્રમો, હંસ (ડોગ) શો, સહિત BSF મહિલા રક્ષકો દ્વારા વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમો સવારે 07:00 થી શરૂ કરીને સાંજે 18:00 સુધી ચાલશે.આ ભવ્ય કાર્યક્રમમાં બનાસકાંઠા સહિત ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સાંજે રવિ ગાંધી ઈન્સ્પેક્ટર જનરલ ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત, ગાંધીનગર સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે