પેપ્સીકોના કેસ મામલે ખેડૂતોની વહારે આવી સરકાર, નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

પેપ્સીકો કંપનીએ કરેલા બટાકાના બિયારણના કોપીરાઈટના ભંગ મુદ્દે ખેડૂતોની વહારે સરકાર આવી છે. ખેડૂતોની રજુઆત બાદ હવે સરકાર ખેડૂતોના પક્ષે રહેશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

પેપ્સીકોના કેસ મામલે ખેડૂતોની વહારે આવી સરકાર, નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

અમદાવાદ :પેપ્સીકો કંપનીએ કરેલા બટાકાના બિયારણના કોપીરાઈટના ભંગ મુદ્દે ખેડૂતોની વહારે સરકાર આવી છે. ખેડૂતોની રજુઆત બાદ હવે સરકાર ખેડૂતોના પક્ષે રહેશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું...
ખેડૂતો સામે પેપ્સીકોએ કોર્ટમાં માંડેલા દાવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું છે કે સરકાર ખેડૂતોની વહારે છે. ખેડૂતોની રજૂઆતના આધારે સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી એ દાવો કર્યો કે, સરકાર હાઈકોર્ટમાં પક્ષકાર બનશે અને ખેડૂતોની તરફેણમાં દલીલ કરશે. સમગ્ર મામલે ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેનું સરકાર ધ્યાન રાખશે. ખેડૂતોને અન્યાય ન થાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. 

રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, સૌથી વધુ ગરમાગરમ બન્યું મોડાસા

પેપ્સીકો મુદ્દે રાજકારણ ગરમાયું
આ મામલે અહમદ પટેલે ટ્વિટ કરી હતી કે, ખેડૂતોને અદાલતમાં લઇ જવાનો નિર્ણય દુર્ભાગ્ય પુર્ણ અને ખોટો છે. તે પી.પી.વી.એફ.આર. એક્ટ હેઠળ ખેડૂતોને મળેલા અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દે રાજ્ય સરકારે તેની આંખો બંધ રાખવી જોઈએ નહિ. કોર્પોરેટ હિતો આપણા ખેડૂતોએ શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે નિર્દેશિત કરવુ જોઇએ નહિ.

Pepsico33.jpg

ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો પર પેપ્સીકો કંપનીએ કરેલા કેસ મામલે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કરેલા ટ્વિટ બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આ ટ્વિટ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતમાં સરકારની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતોને અન્યાય થાય છે. આજે ખેડૂતોની આવક બમણી કરવાના દાવા સામે ખેડુતોની આવક અડધી થઈ ગઈ છે. મલ્ટિનેશનલ કંપનીઓએ ગુજરાતના ખેડૂતો પર નજર બગાડી છે. કોર્પોરેટ ફાર્મિંગના નામે ખેડૂતોના અધિકારોનું હનન થઇ રહ્યુ છે. મનીષ દોષીએ આક્ષેપ કર્યો કે સરકાર આંખ બંધ કરી મલ્ટિનેશનલ કંપનીના હિતો કેમ સાચવાય તે માટે કામ કરી રહી છે, ત્યારે અહમદ પટેલે ખેડુતોના હિતમાં સરકારની બંધ આંખો ખોલવા રજુઆત કરી છે.

Photos : ગુજરાતના આ પ્રખ્યાત ધોધ પાસે બની રહ્યો એડવેન્ચર પાર્ક, મુસાફરોની લાગશે લાંબી લાઈન

કોંગ્રસના વાર પર સરકારનો જવાબ
પેપ્સીકો મામલે અહેમદ પટેલના ટ્વિટ મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અહેમદ ભાઇ પાસે હવે કોઇ કામ રહ્યું નથી. દરરોજ અલગ અલગ ટ્વિટ કરી રહ્યાં છે. કોંગ્રેસની સરકારે ગુજરાતને અન્યાય કર્યો હતો. ખેડૂતોની હિત હોય તો નર્મદા ડેમના દરવાજામાં વિલંબ કેમ થયો.

ચૂંટણી મેદાનમાં આમને-સામને રહેલા ધાનાણી અને કાછડીયાએ મતદાન બાદ આવી રીતે ઉતાર્યો થાક

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ગુજરાતના ચાર ખેડૂતો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ પેપ્સીકો કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો છે કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે તેની આ બટાટાની જાતની ખેતી કરે છે. ત્યારે કંપનીએ ગેરકાયદેસર ખેતી કરવા નાના ખેડૂતો પર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી અને ફાર્મર્સ રાઈટ્સ એક્ટ, 2001 અંતર્ગત કેસ કર્યા છે. કંપનીએ કોર્ટને જણાવ્યું કે, જો ખેડૂતો કંપની પાસેથી બટાટાનુ બિયારણ ખરીદે અને કંપનીને જ બટાટા વેચવા તૈયાર હોય તો ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા તૈયાર છે. કમર્શિયલ કોર્ટમાં થયેલી સુનવણી દરમિયાન પેપ્સીકો કંપનીએ ખેડૂતોને કોર્ટ બહાર સમાધાન કરવાની ઓફર મૂકી છે. આ ચાર ખેડૂતો વતી આનંદ યાજ્ઞિકે કોર્ટમાં વકાલતનામું રજૂ કર્યુ હતું. આ કેસની આગામી સુનાવણી 12 જૂનનાં રોજ રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news