ગુજરાતમાં સરકારી કર્મચારીઓ હવે આકરા પાણીએ, વિવિધ માંગ સાથે રસ્તા પર ઉતર્યાં

રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન... વિવિધ 15 માગને લઈ અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં સરકારી કર્મચારીએ નોંધાવ્યો વિરોધ...

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ હવે આકરા પાણીએ, વિવિધ માંગ સાથે રસ્તા પર ઉતર્યાં

અમદાવાદ :ગુજરાતમાં પડતર પ્રશ્નોને લઈ સરકારી કર્મચારીઓ આકરા પાણીએ આવ્યા છે. જુની પેન્શન યોજના લાગુ પાડવાની મુખ્ય માંગ સાથે સરકારી કર્મચારીઓએ ગુજરાતના અનેક શહેરોમાં રેલી કાઢી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની અમદાવાદમાં ઝોન કક્ષાની રેલી ઈન્કમટેક્ષ ચારરસ્તાથી કલેકટર કચેરી સુધી કાઢી હતી. અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અરવલ્લી જિલ્લાના સરકારીકર્મીઓ રેલીમાં જોડાયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ સાથે 7 માં પગાર પંચના ભથ્થા લાગુ કરો, ગ્રેડ પે માં સુધારો કરો, બિન શૈક્ષણિક સ્ટાફનો પગાર વધારો કરવાની માંગ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. 

ગુજરાતમાં આજે 7 ઝોનમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી સહિત 4 જિલ્લાના 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર પાસે વિવિધ 15 માગો સાથે આવેદન પત્ર આપવમાં આવ્યું છે. જેમા ખાસ જૂની પેનશન યોજના ફરી લાગુ કરવાની માગ છે. એટલુ જ નહીં પણ માગ સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સરકાર વિરૂદ્ધ મતદાન કરવાની પણ ચીમકી આપી છે. 

અમદાવાદમાં ઈન્કમ ટેક્સ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે કર્યું રેલીનું આયોજન. જૂની પેન્શન યોજના, 7મા પગાર પંચનું ભથ્થુ, ગ્રેડ પેમાં સુધારો, બિન શૈક્ષણિક સ્ટાફનો પગાર વધારો સહિતની માગ સાથે રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અરવલ્લી જિલ્લના સરકારી કર્મચારીઓ જોડાયા છે. 

  • રાજકોટમાં જૂની પેન્શન સ્કીમની માગ રેસકોર્સ રોડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયુ હતું. 
  • વડોદરામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા વિવિધ 15 માગો અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતથી મહારેલીનું કર્મચારીઓએ આયોજન કર્યુ હતું. જેમાં વડોદરા સહિત આસપાસના જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા. લગભગ 1 હજાર કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા. 
  • મહેસાણામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની રેલી યોજાઈ હતી. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના સરકારના 72 વિભાગોના કર્મચારીઓ મહારેલીમાં જોડાયા હતા. મહેસાણાના અરવિંદ બાગમાં સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા, અને અરવિંદ બાગથી કલેક્ટર કચેરી સુધી મહારેલીનું આયોજન કરાયુ હતું.
  • ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા સુરતમાં જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સુરતના માંડવીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂતના શિક્ષકો જોડાયા હતા. રેલી યોજી કર્મચારીઓએ પ્રાંત અધિકારીઓને આવેદન આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, સરકાર સાથે 3 વખત બેઠક બાદ પણ ઉકેલ ન આવતા રાજ્યભરના સરકારની કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news