કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન
Trending Photos
- રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં લોકડાઉન (lockdown) ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી. તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ (nigh curfew) અમલમાં છે તે યથાવત રહેશે.
તેઓએ વધુમાં કહ્યું કે, આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યૂની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણામાં નથી. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે નાગરિકોને સોશિયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે