વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ
વડોદરા જિલ્લાના ડભોઈના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટેલમાં 7 મજૂરોના ગટરના ગેસને કારણે મોત થયા છે. ત્યારે આ મામલે મૃતકના પુત્રએ હોટેલ માલિક હસન અબ્બાઝ ઇસ્માઇલ સામે ફરિયાદ નોંધાવી છે. ડભોઈ પોલીસે ફરિયાદમાં એટ્રોસિટીની કલમ દાખલ કરી છે. મહત્વની વાત એ છે કે, ડભોઇની બનેલી આ ઘટનામાં મૃતકોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાની સહાયની જાહેર કરી છે. તેમજ આ ઘટનાને ઘણી ગંભીર લઈને રાજ્ય સરકારે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :વડોદરા જિલ્લાના ડભોઈના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટેલમાં 7 મજૂરોના ગટરના ગેસને કારણે મોત થયા છે. ત્યારે આ મામલે મૃતકના પુત્રએ હોટેલ માલિક હસન અબ્બાઝ ઇસ્માઇલ સામે ફરિયાદ નોંધાવી છે. ડભોઈ પોલીસે ફરિયાદમાં એટ્રોસિટીની કલમ દાખલ કરી છે. મહત્વની વાત એ છે કે, ડભોઇની બનેલી આ ઘટનામાં મૃતકોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાની સહાયની જાહેર કરી છે. તેમજ આ ઘટનાને ઘણી ગંભીર લઈને રાજ્ય સરકારે સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.
Pics : શાહપુરનો પટેલ પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરુ, 20 વર્ષ પહેલા કરાવ્યું હતું બુકિંગ
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક દર્શન હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. તેમજ દરેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ હોટલ દર્શનના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના જિલ્લા તંત્રને આપી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તેઓ નીતિ આયોગની બેઠક માટે દિલ્હી છે, પરંતુ દુર્ઘટનાની જાણ થતા જ સંવેદનશીલતા દાખવી તેમણે ત્વરિત વિગતો મેળવી આ આદેશો કર્યા છે.
મૃતકોના નામ
1. મહેશ મણીલાલ હરિજન
2. અશોક હરિજન
3. હિતેશ હરિજન
4. મહેશ પાટણવાડીયા
5. અજય વસાવા
6. વિજય ચૌધરી
7. સહદેવ વસાવા
મહત્વનું એ છે કે, મૃતક મહેશભાઈ પાટણવાડીયાના પુત્ર નિલેશ પાટણવાડીયાએ હોટલના માલિક હસન અબ્બાસ ઈસ્માઈલ સામે ડભોઈ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ડભોઈ પોલીસે ફરિયાદમાં એટ્રોસિટીની કલમ દાખલ કરી છે અને ડભોઇના ડીવાયઅસપી કલ્પેશ સોલંકીને તપાસ સોપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડભોઈ રોડ પર આવેલી હોટલ દર્શનમાં રાત્રે 12.30 વાગ્યે 1 મજુર ખાળકુવો સાફ કરવા ઉતર્યો હતો. આ મજુર ગુંગળામણના કારણે બેભાન થઈ જતા બાકીના તેના સાથીદારો પણ તેને બચાવવા અંદર પડ્યા હતા. પરંતુ તેઓ પણ ઝેરી ગેસના કારણે ગુંગળામણથી અંદર જ બેભાન થઈ ગયા. ત્યારબાદ હોટલમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ પણ તેમને બચાવવા અંદર પડતા તેમના પણ મોત નિપજ્યા હતા. મૃતક મજૂરોમાંથી 3 મજૂરો હોટલમાં કામ કરતા હતા, જ્યારે અન્ય 4 મજૂરો ડભોઇના થુવાનાના રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે. ઘટનાને પગલે વડોદરા અને ડભોઇ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું, અને 6 કલાકની ભારે જહેમત બાદ તમામ મૃતદેહો ખાળકૂવામાંથી બહાર કાઢ્યા
હતા. આ ઘટનાની શરૂઆતમાં જ હોટલ માલિક હોટલ બંધ કરી ફરાર થઇ ગયો છે. એટલું જ નહીં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ખાળકૂવો ગેરકાયદે છે, અને સ્થાનિકોએ આ મામલે તંત્રને ફરિયાદ પણ કરી છે. સ્થાનિકોના મતે કોઇ પગલા લેવામાં ન આવતા બેદારકારીને કારણે 7 ના મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે