મહા અસર : મગફળી ટેકાના ભાવે ખરીદવાનું સરકારે મોકુફ રાખ્યું
જે મગફળી માર્કેટિંગ યાર્ડમાં આવી ચુકી છે તે ખેડૂતો માટે કફોડી સ્થિતી, તેમને મગફળી પરત લઇ જવાનો વારો આવશે તો પડતા પર પાટુ જેવી સ્થિતીનું સર્જન થશે
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં મહા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું હાલ મોકુફ રાખ્યું છે. હવે 15 નવેમ્બરથી સરકાર દ્વારા મગફળી ખરીદવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. 15 દિવસથી એક મહિના માટે ખરીદીનું સમયપત્રક બનાવવામાં આવશે ત્યાર બાદ ટેકાના ભાવથી મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઇ છે. જેના કારણે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે.
જો કે સરકાર દ્વારા અચાનક ટેકાના ભાવે કેમ ખરીદી મોકુફ રાખવામાં આવી છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે હાલ તો આ નિર્ણય મોકુફ રાખવા પાછળ બે કારણો દેખાઇ રહ્યા છે. એક તો પલળેલી સિંગનું વજન વધારે થાય છે. જો તે સુકી પડ્યા બાદ તેનું વજન ઘટી જાય છે. જો હાલમાં સિંગ જે વજનથી ખરીદી અને વેચાણ થાય ત્યાર બાદ તેનું વજન ઘટી જવાથી મોટુ કૌભાંડ થયું હોવાના સરકાર પર આક્ષેપ થઇ શકે છે. જેથી સરકારે હાલ પુરતુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું મોકુફ રાખ્યું છે.
સુરેન્દ્રનગર: નાના રણમાં ફસાયા અગરિયા, ત્યારે ભગવાન બનીને આવ્યા કલેક્ટર
બીજુ કારણ છે કે મગફળી જો લીલી (ભીની) લઇ લેવામાં આવે તો હાલ તો તે સારી હોય પરંતુ પેક કોળથામાં રહેવાના કારણે તે સડી શકે છે. અથવા તો તેની ક્વોલિટી ડાઉન થઇ શકે છે. જેના કારણે સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદી મોકુફ રાખી હોય તેવું બની શકે છે. હાલ તો જે મગફળી યાર્ડમાં પડેલી છે તેની ખરીદી કરવામાં આવશે કે ખેડૂતોે તેને પરત લઇ જવી પડશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો ખેડૂતોને મગફળી પરત લઇ જવાનું આવે તો પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે