ગુજરાતનાં બજેટમાં મોટું એલાન : હવે એક ફોન પર 10 મિનિટમાં પોલીસ આવશે, નવો ઈમરજન્સી નંબર જાહેર

Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 માં નવા ઈમરજન્સી નંબરની જાહેરાત કરવામાં આવી છે.... જેમાં એક જ નંબર  પર112 નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થશે
 

ગુજરાતનાં બજેટમાં મોટું એલાન : હવે એક ફોન પર 10 મિનિટમાં પોલીસ આવશે, નવો ઈમરજન્સી નંબર જાહેર

Gujarat Budget 2024 Highlights : ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું  છે. નાણામંત્રીએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેઓએ આ બજેટમાં ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાનો ધ્યેય હોવાનું જણાવ્યું. સાથે જ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામા આવ્યું છે. અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. આ બજેટમાં એક ઈમરજન્સી નંબરની જાહેરાત કરવામાં આવી છે, જે ખાસ બની રહી છે. હવે એક ફોન પર 10 મિનિટમાં પોલીસ દોડતી આવશે, સાથે જ ફાયર બ્રિગેડ પણ આવશે. 

નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો. એક જ નંબર 112 નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 112 નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

જનરક્ષક યોજના  

  • ઈમરજન્સી સેવાઓ માટે હવે એક જ નંબર
  • પોલીસ, ફાયર સહિતની ઈમરજન્સી સેવા માટે નંબર 112
  • 112 પર કોલ કરતા શહેરોમાં 10 મિનિટમાં મળશે મદદ
  • ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પહોંચશે
  • રાજ્યની પોલીસને આધુનિક સાધનોથી સજ્જ કરાશે
  • 1100 જનરક્ષક વાહનોનું માળખું ઊભું કરાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરના વિકાસ માટે બજેટમાં ફાળવણી કરાઈ છે. આંતર માળખાકીય સુવિધાઓ માટે 150 કરોડની જોગવાઈ કરાઈ છે. એકતા નગર ખાતે હોસ્પિટાલિટી ડીસ્ટ્રીક વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ કરાઈ છે. સરદાર સરોવર ડેમએક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનો સંગ્રહાલય બનાવવાની સાથે સાથે વીર બાલક ઉધ્યાન પણ બનાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news