ગુજરાતના આ 5 શહેરોમાં સારી પ્રોપર્ટી મળે તો ખરીદી રાખજો, સરકાર કરી રહી છે મોટું આયોજન

Property Investment In Gujarat : આજે સૌથી વધારે રૂપિયા પ્રોપર્ટી કમાઈ આપે છે.  જો તમે ગુજરાતમાં અમદાવાદ સિવાયના શહેરોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો... જે તમને પ્રોપર્ટીમાં મોટો ફાયદો કરાવી શકે છે. સરકારે ગત વર્ષ 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે, ને હવે બીજા 5 શહેરોને મહાનગરોનો દરજ્જો મળશે, તેથી હવે આ શહેરોનો વિકાસ થશે છે, અને તમારું પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાંં ઉગી નીકળશે 

ગુજરાતના આ 5 શહેરોમાં સારી પ્રોપર્ટી મળે તો ખરીદી રાખજો, સરકાર કરી રહી છે મોટું આયોજન

Ahmedabad Property Market Investment : ગુજરાતીઓ સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી અને શેર માર્કેટમાં કરે છે. ભવિષ્યમાં ક્યા પ્રોપર્ટીના ભાવ ઉંચકાશે તે માહિતી મળે તો પ્રોપર્ટી પર ઈન્વેસ્ટમેન્ટથી સારું વળતર મળે છે. ત્યારે ગુજરાતના કેટલાક નાના શહેરોની પ્રોપર્ટીના ભાવ ભવિષ્યમાં વધી શકે છે. કારણ કે, ગુજરાત સરકાર ભવિષ્યમાં એવી જાહેરાત કરી શકે છે જેનાથી આ શહેરોમાં પ્રોપર્ટીની બોલબાલા થશે. આ શહેરોમાં રોકાણ તમને મોટો ફાયદો કરાવી શકે છે. તમે પણ આ જાણી લેશો તો તમને સારો લાભ મળી શકે છે.  તમે આ શહેરમાં રહેતા હો તો તમારા માટે અતિ અગત્યનું છે. લોકસભાની ચૂંટણી બાદ ત્વરિત આ નિર્ણય લેવાય તો નવાઈ નહીં..

5 પાલિકા મહાનગર બની જશે

ગુજરાતમાં વધુ પાંચ પાલિકાને મહાનગરનું સ્ટેટસ મળી શકે છે. જે તમને મોટો ફાયદો મળી શકે છે. પ્રોપર્ટી મામલે આ તમને મોટો ફાયદો કરાવી શકે છે. જો તમારી આ શહેરોમાં પ્રોપર્ટી હશે તો મનપા બન્યા બાદ તેમાં વધારો થશે એ ફાયનલ છે. આ શહેરોમાં પ્રોપર્ટી માર્કેટમાં ધૂમ તેજી આવે તેવી પૂરી સંભાવના છે.  

તો ગુજરાત પાસે કુલ 22 મહાનગરપાલિકા થશે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકારે 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત કરી હતી. જેમાં હવે નવી 5 મહાનગરપાલિકાનો ઉમેરો થાય તેવી શક્યતા છે. નવી 5 મહાનગરપાલિકાની જાહેરાત થતા જ ગુજરાત પાસે કુલ 22 મહાનગરપાલિકા થઈ જશે. 

તો આ શહેરોને મળશે મહાનગરપાલિકાઓનો દરજ્જો
હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહે છે. આચાર સંહિતા લાગુ છે. તેથી ચૂંટણી બાદ ગુજરાત સરકાર નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, સોમનાથ, વેરાવળ, ભૂજ, ભરૂચ, પાલનપુર અને હિંમતનગર પાલિકાને મહાનગરપાલિકાને ફેરવવાની કામગીરી કરવામાં આવશે. 

શહેરો માટે સરકારનો મોટો નિર્ણય 
ગુજરાતમા હાલ 8 મહાનગરપાલિકા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. સરકારે બજેટ સત્ર દરમિયાન મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નવસારી અને ગાંધીધામને મહાનગરનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. તેના બાદ પોરબંદર અને નડિયાને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.

9 નવી મહાનગરપાલિકાની જાહેરાત

આમ, સરકારે એક જ વર્ષમાં 9 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. ત્યારે હવે બીજી પાંચ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળવાની વિચારણા ચાલી રહી છે. જેમાં સોમનાથ-વેરાવળ, ભૂજ, ભરૂચ, પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ થાય છે. 

આ 7 શહેરોને શું ફાયદો થશે
હવે વાત તમારા ફાયદાની કરીએ તો, આ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે આ શહેરોને વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી વધુ ફંડ મળશે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાઓ વિકસશે. જાહેર સુવિધાઓમાં વધુ વિકાસ થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર હવે આ ક્ષેત્રો પર વધુ સારી વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂંક કરશે. સાથે જ ભવિષ્યમાં આ શહેરોનો વિકાસ થશે. આ શહેરોનો વિકાસ આગામી દિવસોમાં ચાર ચાંદ લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news