કંપારી છૂટી જાય તેવી ભયાવહ ઘટના! દ્વારકાની ગલીઓમાં રખડતા શ્વાને 11 વર્ષની કિશોરીને ફાડી ખાધી
Dwarka Street Dog Attack : દ્વારકાના ભાણવડમાં રખડતા શ્વાનનો આતંક... રૂપામોરા વિસ્તારમાં રખડતા શ્વાને 11 વર્ષની કિશોરીને ફાડી ખાધી... રખડતા શ્વાને અનેક બચકાં ભરતાં માસૂમ કિશોરીનું મોત
Trending Photos
Dwarka News : રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે હડકાયા થયેલા શ્વાન સીધો જ માણસો પર હુમલો બોલાવી રહ્યાં છે. આવામાં દ્વારકાના ભાણવડમાં એક રખડતા શ્વાનના આતંકમાં કિશોરીનું મોત નિપજ્યું છે. રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય કિશોરીને ફાડી ખાધી હતી.
દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે. રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય કિશોરીને ફાડી ખાધી હતી. રૂપમોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેનને શ્વાનએ અનેક બચકા ભર્યા. 11 વર્ષીય કિશોરી પર ગલીમાં રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકીને લઈ હોસ્પિટલ પહોંચતા પેહલા જ બાળકીનું કમકમાટીભર્યું મોત થયુ હતું.
ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર
બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.
કૂતરા કરડવાની ઘટનામાં વધારો
ગત દિવસોમાં તમે જોયુ હશે કે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. આ ક્લાયમેટ ચેન્જનું જ એક કારણ છે. રિસર્ચ અનુસાર, ગરમીના દિવસોમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના આઠ શહેરોમાં લગભગ 70 હજાર કૂતરાઓના એટેકની ઘટના બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે